પાટણ: જિલ્લાના ચાણસ્મા શહેરના ઇન્દિરા નગર મીયાવાસમાં રહેતા એક જ કોમના બે વ્યક્તિઓ વચ્ચે રસ્તા વચ્ચે ખાટલાઓ ઢાળવાની સામાન્ય બાબતે થયેલી માથાકૂટમાં એક શખ્સનું ઉશ્કેરાયેલા વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિની ઘટના હત્યા કરી દીધી હતી. ચાણસ્મા પોલીસે મૃતક શખ્સની પત્નીની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનવા ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
જાણો સમગ્ર ઘટના: મળતી માહિતી મુજબ ચાણસ્માના ઇન્દિરાનગર મિયાવાસમાં રહેતા અને નિરમા કંપનીની ગાડીમાં કંડકટરીની ફરજ બજાવતા વસીમભાઈ મન્સૂરી શનિવારે પોતાની ફરજ બજાવી રાત્રે સાડા નવ કલાકે ઘરે આવતા હતાં, ત્યારે રસ્તા વચ્ચે ખાટલાઓ પાથરનાર અને આજ વિસ્તારમાં રહેતા મહેબુબખાન મોજમખાન કુરેશીને "કેમ તમે રસ્તા વચ્ચે ખાટલાઓ પાથરો છો"? તેમ કહેતા ઉશ્કેરાયેલા મહેબુબખાને વસીમભાઈ મન્સૂરીને અપશબ્દો બોલતા હોબાળો મચાવ્યો હતો. આ જ સમયે મહેબુબ ખાન, તેનો દીકરો અહેસાન અને તેમનો ભાઈ સલીમ મોજમખાન વસીમભાઈ સાથે માથાકૂટ કરી રહ્યા હતા, તે વખતે અહેસાન પોતાના ઘર માંથી છરી લઈને આવી વસીમભાઈના પેટની ડાબી બાજુએ પડખામાં ઘા કરી નાખ્યો. મહેબુબ ખાને વસીમભાઈને પકડી રાખ્યા હતાં અને સલીમભાઈ પણ લોખંડની પાઈપ લઈને વસીમભાઈના માથાના ભાગે મારતાં તેઓ જમીન પર પછડાયા. વસીમભાઈની પત્ની અને પુત્ર તેમને છોડાવવા વચ્ચે પડતાં તેઓને પણ ઉપરોક્ત ઈસમોએ માર માર્યો હતો.
વસીમભાઈની પત્નીએ ફરિયાદ નોંધાવી: આ સમયે વિસ્તારમાંથી કોઈએ 108 ને જાણ કરતાં 108 ધટના સ્થળે દોડી આવી અને ઈજાગ્રસ્ત વસીમભાઈ અને તેમની પત્ની અને પુત્રને ચાણસ્મા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયાં હતાં. જયાં ફરજ બજાવતા ડોક્ટરે વસીમભાઈને મૃત જાહેર કર્યા. બનાવની જાણ પોલીસને થતાં પોલીસે હોસ્પિટલમાં આવી મૃતક વસીમભાઈની પત્નીની ફરિયાદને આધારે ગુનો નોંધી ઘટના સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી આગળ વધારી હતી. આ ઘટનાને લઇ ચાણસ્મા શહેરમાં સનસનાટી મચી ગઈ હતી.