સુરત: આગામી 7 મે ના રોજ લોકસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાનાર છે. જે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. ત્યારે સુરતના કામરેજ તાલુકામાં ભાજપના હર ઘર સંપર્ક અભિયાનમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા જોડાયા જતાં હતાં અને કામરેજના અલગ અલગ ગામડાઓમાં ફરી મતદારોને ભાજપને મત આપવા અપીલ કરી હતી.
ભાજપને મત આપવા અપીલ: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચાર તેજ થઈ રહ્યો છે. આજરોજ કામરેજ તાલુકાના ગામડાઓમાં ભાજપ તાલુકા હર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવી હતી.આ અભિયાનમાં કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયા હાજર રહ્યા હતા.અને કામરેજ તાલુકાના હલધરૂ, અલૂરા, પાલી, વાંસદા રૂઢિ,મિરાપુર સહિતના ગામોમાં ફર્યા અને લોકોની સમસ્યાઓ જાણી હતી અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત આપી ફરી ત્રીજી વાર નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવવા અપીલ કરી હતી.
જાણો શું કહ્યુ બળવંત પટેલે: કામરેજ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ બળવંત પટેલ એ જણાવ્યું હતું કે આજરોજ કામરેજ તાલુકામાં યોજાયેલા અભિયાનમાં સરકારના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ જોડાયા હતા. ગામે ગામ જઈને લોકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી અને ભાજપને મત આપવા અપીલ કરવામાં આવી હતી.