જામનગર: જિલ્લામાં લાલ બંગલા સર્કલ પર સાંજે 6 વાગ્યે ભાજપ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈ રાહુલ ગાંધીએ અનામત મામલે આપેલા નિવેદનના ભાજપના પોતાના અર્થઘટન મુદ્દે ભાજપામાં આક્રોશ જોવા મળ્યો છે.
રાહુલે વિદેશમાં નિવેદન આપી દેશને બદનામ કર્યો હતો. તેઓએ બંધારણનું અપમાન કર્યું છે. ભાજપના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.
ભાજપ કાર્યકરોએ ધરણા કર્યા
અંજારના ધારાસભ્યએ કહ્યું કે, કોંગ્રેસની નીતિ રીતિ ઉઘાડી પડી ગઈ છે. કોંગ્રેસે વર્ષોથી પછાત વર્ગને અન્યાય કર્યો છે. જામનગર શહેર-જિલ્લા ભાજપ સંગઠન અને ધારાસભ્યો પણ ધરણામાં જોડાયા હતા. ભાજપના કાર્યકરોએ બેનર સાથે ધરણા કરી કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરોધી સૂત્રોચ્ચાર કર્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના નેતાઓએ કાર્યકમમાં જોડાયા હતા. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને ભાજપના આગેવાન જોડાયા હતા.
આ પણ વાંચો: