રાજકોટ: ધોરાજી શહેરના બાપુના બાબલા ચોક ખાતે દર વર્ષે રાવણ દહનના પૂતળાનું આયોજન થતું હોય છે. જેમાં નવરાત્રિના પાવન પર્વના અંતિમ દિવસે એટલે કે, દશેરાની રાત્રિએ ધોરાજી શહેરના બાપુના બાબલા ચોક ખાતે રાવણનું વિશાળ પૂતળું રાખવામાં આવે છે અને આ પૂતળાનું દશેરાના દિવસે દહન કરવામાં આવે છે. પરંતુ દશેરાના દિવસે ધોરાજીમાં પડેલા ભારે વરસાદને કારણે રાવણ દહનના પૂતળાને એક દિવસનું જીવનદાન મળ્યું હતું. આ સાથે જ વરસાદના કારણે રાવણના પૂતળાને રેન કોટ સમાન ઢાંકવામાં આવતા રાવણને રેન કોટ પહેરાવવામાં આવ્યો હતો.
અસત્ય પર સત્યની જીત એટલે દશેરા: દુર્ગા પૂજાના 10મા દિવસે ઉજવાતી વિજયાદશમીને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉત્સવ દર વર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની દશમના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે 12 ઓક્ટોબર 2024ના રોજ વિજયાદશમી છે, જેને દશેરા પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન રામ અને માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે માતા દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો હતો અને આ દિવસે ભગવાન શ્રી રામે લંકાના રાજા રાવણનો પણ વધ કર્યો હતો. તેથી તેને વિજયાદશમી કહેવામાં આવે છે, કારણ કે તેનો અર્થ 'વિજયનો દસમો દિવસ' છે.
દશેરા પર રાવણદહન અને આતિશબાજીનું આયોજન: આ દિવસે દેશભરમાં ઘણી જગ્યાએ રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાઓનું દહન કરવામાં આવે છે. ઉપરાંત મંદિરો અને પંડાલોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, રાવણનો વધ કરતા પહેલા ભગવાન શ્રી રામે શસ્ત્રોની પૂજા કરી હતી. આ વર્ષે વિજયાદશમી પર અનેક શુભ સંયોગો બની રહ્યા છે. આવી સ્થિતિમાં શસ્ત્રોની પૂજા કરવી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. વિજયા દશમીના પાવન પર્વ પર ઠેર-ઠેર રાવળ દહનના પૂતળાનું આયોજન અને આતિશબાજીનું પણ આયોજન થતું હોય છે.
વરસાદને લીધે રાવણ દહન કાર્યક્રમ બંધ રખાયો: દશેરા વખતે વરસાદનું આગમન થતાં રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં યોજાતા રાવણ દહનના પૂતળાના દહનના કાર્યક્રમને બંઘ રાખવામાં આવ્યું હતું. તેથી રાવળ દહનના પૂતળાને એક દિવસનું જીવનદાન મળ્યું છે. અહીંયા ધોરાજી શહેરમાં આવેલા બાપુના બાવલા ચોક ખાતે દર વર્ષે રાવણના પૂતળાનું આયોજન થતું હોય છે પરંતુ ધોરાજીમાં સાંજના સમયે પડેલા વરસાદને કારણે રાવણ દહનના પૂતળાનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું અને સાથે જ ભારે વરસાદના કારણે રાવણના પૂતળા દહન થાય તે પહેલા રેઇનકોટ સમાન રાવણને ઢાંકી દેવાયો હતો.
આ પણ વાંચો: