ભાવનગર: શહેરના સુભાષનગર વિસ્તારમાં રુવા પ્રધાનમંત્રી આવાસમાં સ્માર્ટ મીટર નાખતા લાભાર્થીઓએ મકાનની સોંપણી પહેલા જ વિરોધ વ્યક્ત કર્યો છે. અહીં ભાડા અને લોનના હપ્તા ભરતા લાભાર્થીઓ આવાસની કામગીરીને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે. ઉપરાંત આવાસની મુલાકાત લાભાર્થીઓ બાદ રોષ ઠાલવી રહ્યા છે. જ્યારે મહાનગરપાલિકા કહે છે બધુ બરાબર છે. જાણો આખો મામલો...
લાભાર્થીઓ ક્ષતિઓ શોધી વિરોધ નોંધાવી રહ્યા છે: ભાવનગરમાં તૈયાર થઈ રહેલા પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ 2022માં થયું હતું, પરંતુ 2024નું વર્ષ પૂર્ણ થવાના આરે ઊભું છે છતાં આ આવસને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા નથી. આવી પરિસ્થિતિ સમગ્ર શહેરમાં નથી એવા વિવાદમાં રહેલા PGVCLના સ્માર્ટ મીટર લગાવવામાં આવતા લાભાર્થીઓ આવાસ સોંપ્યા પહેલા વિરોધમાં ઉતર્યા છે. જે અંતર્ગત કહ્યા પ્રમાણે મટીરીયલ ઉપયોગમાં નહીં લેવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, લાભાર્થીઓ સોંપણી પહેલા પોતાના આવાસોમાં થતા કામની ચકાસણી કરીને ક્ષતિઓ શોધી વિરોધ નોંધાવી રહ્યા છે. જોકે ઘર ન સોપાતા લાભાર્થીઓને આર્થિક રીતે બેવડો માર પડી રહ્યો છે. ચાલો જાણીએ શું કહે છે લાભાર્થીઓ.
સ્માર્ટ મીટરનો લાભાર્થીઓ કેમ કર્યો વિરોધ: લાભાર્થી હીમાંશુભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, "હા સ્માર્ટ મીટર બાબતે લેખિત ફરિયાદ કરી છે, પણ હજી કોઈએ આ મુદ્દે રિસ્પોન્સ કે આપ્યો નથી. પહેલા 2022 અમને ઘર સોંપી દેવાના હતા પરંતુ આજે 2024નો સમય ચાલી રહ્યો છે છતાં અમને ઘર સોંપવામાં આવ્યા નથી. ઉપરાંત મકાન બનાવવામાં નબળી ગુણવાતવાળો માલ વાપર્યો છે, જ્યાં અમારો સ્માર્ટ મીટર બાબતે ખાસ વિરોધ છે."
અન્ય લાભાર્થી ઋષભભાઈ અંધારીયાએ જણાવ્યું હતું કે, "અમારી રજૂઆત માત્ર એટલી જ છે કે આ સ્માર્ટ મીટર તમે નાખો છો તો એ કઈ રીતે કામ કરે છે તે અમને લેખિતમાં જણાવો. અમે 3,25,000 રૂપિયા મ્યુનિસિપાલિટીમાં ભરી દીધેલા છે. વર્ષ 2021-22 સુધીમાં તો સંપૂર્ણ રકમ ભરી દેવામાં આવી છે. પરંતુ અહીં સમસ્યા એ છે કે તો નબળી ક્વોલિટીનું કામ દેખાય છે. અહીં રસોડાના પ્લેટફોર્મ નબળી ક્વોલિટીના વાપર્યા છે."
આવાસમાં વધુ રેહનાર ગૃહિણીઓનો સોંપણી પહેલા કકળાટ: લાભાર્થી સોનલબેન નરેશ કનોડીયાએ જણાવ્યું હતું કે, અમને આવાસ યોજનામાં જે સ્માર્ટ મીટર નખાવ્યા છે એ બાબતે વિરોધ કરવામાં આવ્યો છે. અમે નાના માણસો આ સ્માર્ટ મીટર વિષે સમજી શકે તેમ નથી. જોકે સાદા મીટર મોટાભાગના વિસ્તાઓ નાખવામાં આવ્યા છે તો પછી અમારા જ વિસ્તારમાં સ્માર્ટ મીટર કેમ? ઉપરાંત મકાનોમાં હજી ઘણું બધું કામ બાકી છે. ડિ વિંગમાં સાફ-સફાઈનું, પાઇપનું કામ બાકી છે આ મુદ્દે અમે લેખિતમાં ઘણી વાર રજૂઆત કરી છે. અમે મધ્યમ વર્ગના માણસો છીએ. અમારા માટે આ સ્માર્ટ મીટરમાં ચાલી શકીએ એમ નથી, અમને સાદા મીટર આપો."
શ્વેતાબેન નિતેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, "નબળી ગુણવત્તામાં જોઈએ તો ટાઇલ્સ, પ્લેફોર્મનો પથ્થર, વોશબેસિંગ બધું નબળું લાગે છે. જે રીતે કહેવામાં આવ્યું હતું tતે રીતે બાંધકામ કરવામાં આવ્યું નથી. 2022માં ઘરઆ આપવાનું કહેવામાં આવ્યું હતું, એને કેટલા વર્ષ વીતી ગયા છે. જે લોકોની લોન ચાલુ છે તેમજ જેઓ ભાડે રહે છે તેમણે ઘણી તકલીફ પડે છે. ઉપરાંત હવે સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે જોકે હાઇફાઈ વિસ્તાર વાઘાવાડી, હિલદ્રાઇવ ત્યાં આ સ્માર્ટ મીટર ન નકહત માત્ર અહીં નાખવામાં આવી રહ્યા છે. અમે મધ્યમ વર્ગના છીએ કેમ પોસાય?"
મહાનગરપાલિકાનો જવાબ ગળે ઉતરતો નથી: મહાનગરપાલિકાએ હજુ આવાસો સોંપ્યા નથી અને સ્માર્ટ મીટર નાખવામાં આવી રહયા છે. ત્યારે જવાબદારી સંપૂર્ણ મહાનગરપાલિકાની બને છે. આ મુદ્દે મહાનગરપાલિકાના અધિકારી એન.બી. વઢવાણિયાએ જણાવ્યું હતું કે, "રુવા ટીપી સ્કીમમાં અમારા 728 આવાસો બને છે. ભાવનગર કોર્પોરેશનના હેલ્થ સેન્ટરની બાજુમાં, એની અંદર સ્માર્ટ મીટર લગાવવા કાલે રજૂઆત આપવામાં આવી હતી. પણ સ્માર્ટ મીટર લગાવવા કે એ પાવર સપ્લાય વિભાગ જીઇબીની બાબત છે. જીઇબીને અમારા તરફથી કોઈ સૂચના આપવામાં આવી નથી. ટેન્ડરની જોગવાઈ મુજબના તમામ કામો કરવામાં આવી રહયા છે. જેના તમામ ટેસ્ટિંગ રિપોર્ટ પણ કર્યા છે. અમારી પાસે તમામ આધાર પુરાવો છે, કે એમાં કોઈ અલગ વસ્તુ વાપરી નથી. માત્ર ટેન્ડરની જોગવાઈ મુજબ અને ટેન્ડરના વેન્ડર લીસ્ટ મુજબની જ તમામ વસ્તુઓ નાખવામાં આવી છે."
આ પણ વાંચો: