અમદાવાદ: શાહઆલમ વિસ્તારમાં દરગાહ પાછળ બહેરામપુરાના કાઉન્સિલર તસ્લીમ આલમ તિરમીજી ઉપર ફાયરિંગની ઘટના સામે આવી છે. બે ભાઈઓ વચ્ચે જમીનને લઈ ઝઘડો થતાં કાઉન્સિલરના ભાઈએ તસ્લીમ આલમ તિરમીજી તેમજ પુત્રો પર ગોળીબાર કર્યો હતો. ફાયરીંગની ઘટના સાથે અન્ય હથિયારનો પણ ઉપયોગ થયાની માહિતી સૂત્રો દ્વારા મળેલ છે.
ઈજાગ્રસ્તોને એલ.જી. હોસ્પિટલ ખસેડાયા: કાઉન્સિલરના ભાઈ લક્કી આલમે જમીન વિવાદમાં 3થી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેમાં બંને પક્ષ વચ્ચે મારામારી પણ થઈ હતી. જેમાં 3 ઘાયલ વ્યક્તિઓને મણીનગરની L.G. હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તેઓ સારવાર હેઠળ છે. કોર્પોરેટરે આ ઘટનાની ફરિયાદ નોંધાવી છે. ઘટનાની જાણ થતાં ઈસનપુર પોલીસે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.