અમદાવાદ: વર્ષ 2024 પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી છે, તે પહેલા ગુજરાતભરમાં વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચોંકાવનારા કેસો સામે આવ્યા. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં કેટલા સમયથી પેન્ડિંગ રહેલા કેસોને નિકાલ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં વર્ષ દરમિયાન 4 નેશનલ લોક અદાલતમાં કુલ 21,62,048 કેસનો નિકાલ કરીને 5 હજાર કરોડથી વધુની રકમનું સેટલમેન્ટ કરાયું.
છેલ્લી લોક અદાલતમાં 2.46 લાખ કેસોનો નિકાલ
વર્ષ 2024 ની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ પ્રકારના આશરે 3.30 લાખથી વધુ કેસો પૈકી 2.46 લાખથી વધુ કેસમાં સુખદ સમાધાન કરવામાં આવ્યું અને આશરે રૂપિયા 1270.6 કરોડના એવોર્ડ દોરવામાં આવ્યા હતા. જેમાં પેન્ડિંગ મોટર અકસ્માતના વળતરને લગતા કે દીવાની દાવાઓ, ફોજદારી તકરારો, શિક્ષાપાત્ર કેસો, દામ્પત્ય જીવનને લગતી તકરારો અને ઔદ્યોગિક તકરારો વગેરેના સ્વરૂપના આશરે 3,30,207 કેસો સમાધાનમાં મૂકવામાં આવ્યા હતા. તેમાંથી 2,46,184 કેસોનો નિકાલ લાવવામાં આવ્યો હતો અને લગભગ રૂપિયા 1270.6 કરોડના એવોર્ડ પાસ કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની ગાઈડ લાઈન પ્રમાણે આયોજિત આ લોક અદાલતનો લાભ મહત્તમ પક્ષકાર લઈ શકે એ માટે હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તથા ગુજરાતના મુખ્ય સંરક્ષક ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ તથા હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ બિરેન એ. વૈષ્ણવ દ્વારા ગુજરાતના તમામ જિલ્લા તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળની તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને લોક અદાલતમાં પેન્ડિંગ કેસોનો નિકાલ કરવામાં આવ્યો.
વર્ષ 2024માં કેટલા કેસોનો નિકાલ આવ્યો?
આ લોક અદાલતમાં દામ્પત્ય જીવનને લગતી તકરારો જે પેન્ડિંગ હતી એવી 3304 તકરારોનો પણ લોક અદાલતથી અંત લાવવામાં આવ્યો. ચોંકાવનારી વાત એ છે કે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ કેસો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ અમદાવાદ સિટીમાં સેટલ થયા છે. અને વર્ષ 2024 માં યોજાયેલી ચાર લોક અદાલતમાં કુલ 21,62,048 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે, જેમાં 5,162 કરોડ રૂપિયાથી વધુની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: