ETV Bharat / state

IIM અમદાવાદ કેમ્પસમાં વિદ્યાર્થીએ કરી આત્મહત્યા : પોલીસે તપાસ શરૂ કરી - Ahmedabad suicide - AHMEDABAD SUICIDE

અમદાવાદ IIM કેમ્પસમાંથી મોટા સમાચાર આવ્યા છે. તેલંગણાના રહેવાસી અને MBA નો અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. પોલીસ મૃતકના મોબાઈલ અને લેપટોપના આધારે તપાસ કરી રહી છે.

IIM અમદાવાદ કેમ્પસમાં વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
IIM અમદાવાદ કેમ્પસમાં વિદ્યાર્થીએ કરી આત્મહત્યા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2024, 6:55 AM IST

અમદાવાદ : IIM અમદાવાદ કેમ્પસમાં વિદ્યાર્થીઓ પોત પોતાના પ્રોજેક્ટ અને કામમાં વ્યસ્ત હતા. ઘણા વિદ્યાર્થીઓ વરસાદ બંધ થઇ જતાં કેમ્પસના ગ્રાઉન્ડ પર રમતા હતા. ત્યારે જ હોસ્ટેલમાંથી કેટલાક વિદ્યાર્થીઓની બુમો સંભળાવા લાગી કે અક્ષિતે આપઘાત કરી લીધો છે. બધા વિદ્યાર્થીઓ હોસ્ટેલ તરફ દોડી ગયા અને જોયું તો અક્ષિતે રુમમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

વિદ્યાર્થીએ કરી આત્મહત્યા : અન્ય વિદ્યાર્થીઓ દ્વારા તાત્કાલિક હોસ્ટેલના રેક્ટર અને IIM અમદાવાદના સંચાલકોને જાણ કરવામાં આવી. તેમણે પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઇ. વસ્ત્રાપુરના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર વી. ડી. મોરી પણ ટીમ સાથે પહોંચી ગયા હતા. તપાસ કરતાં આપઘાત કરનાર વિદ્યાર્થીનું નામ અક્ષિત હેમંત ભુખીયા (ઉ.વ. 23) હોવાનું તથા અક્ષિત તેલંગણાનો રહેવાસી હોવાનું જાણી શકાયું હતું.

તેલંગણાનો રહેવાસી મૃતક : ભણવામાં અત્યંત તેજસ્વી અક્ષિત IIM અમદાવાદમાં MBA નો અભ્યાસ કરતો હતો. હવે તેને એવી તો શું તકલીફ પડી કે તેણે આપઘાત કરી લીધો ? તે અંગેની તપાસ ચાલી રહી રહી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, ઉત્સાહી આગામી દિવસોમાં કેમ્પસમાં યોજાનારી એક ખાસ ઇવેન્ટનું સંપૂર્ણ મેનેજમેન્ટ પણ અક્ષિત જ સંભાળતો હતો.

પોલીસ તપાસ : વસ્ત્રાપુરના ઇન્ચાર્જ પીઆઇ વી. ડી મોરીએ જણાવ્યું હતું કે, બપોરે 3:45 વાગે કંટ્રોલ રૂમને આત્મહત્યા માટેનો મેસેજ મળ્યો હતો. જેને લઈને પોલીસ સ્થળ પર પહોંચી હતી. ત્યારે વિદ્યાર્થીનો મૃતદેહ લટકી રહ્યો હતો. વિદ્યાર્થીના રૂમમાંથી કોઈ જ સુસાઇડ નોટ મળી નથી, પરંતુ પોલીસ દ્વારા મૃતકનો મોબાઈલ અને લેપટોપ કબજે કરીને તપાસ કરવામાં આવશે.

  1. ડાન્સ ક્લાસિસ ચલાવતા 24 વર્ષના યુવકે તાપીમાં લગાવી મોતની છલાંગ
  2. પતિને ખબર પડી ગઈ પત્નીનો પ્રેમસંબંધ, પત્નીએ ભરી લીધું અંતિમ પગલું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.