વડોદરા: શહેરમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર ચલાવતા સ્પા સેન્ટર પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના દરોડા પડતા બીજા પ્રાંતની યુવતીઓને પૈસાની લાલચ આપીને દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો. જેમાં માંજલપુરના રોયલ રિચ સ્ટાઇલ સ્પા સેન્ટરનો પણ સમાવેશ થયો છે. જેમાં દેહ વ્યાપાર કરતી 7 યુવતીઓને ટ્રાફિકિંગ યુનિટે મુક્ત કરાવી છે. તેમજ દેહ વ્યાપાર કરાવનાર શબાના શેખની ધરપકડ કરી છે. જે 1200 થી 1500 રૂપિયા લઇ યુવકોને એન્ટ્રી અપાતી હતી.
3 થી 4 હજાર ચાર્જ: શરીર સુખ માટે 3 થી 4 હજાર લેવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. તેમજ સ્પા માલિક તોસિફ ખત્રીને વોન્ટેડ જાહેર કરાયો છે. આ પહેલા પણ વડોદરાના માંજલપુર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી સ્પા સેન્ટરમાં કામ કરતી બીજા પ્રાંતની યુવતીની માહિતી ન આપવા માટે તેની સામે ગુનો નોંધી મેનેજરની અટકાયત કરી હતી. વડોદરામાં સ્પા સેન્ટરની આડમાં ગોરખ ધંધા ચાલી રહ્યા હોવાના બનાવ બનતા સ્પા સેન્ટરમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.જાણવા જેવી બાબત એ છે કે, થોડા સમય પહેલા સમા સાવલી રોડ, તળાવ સામે સ્પા સેન્ટરમાંથી કુટણખાનું પકડાયું હતું. જ્યારે અલકાપુરીના સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતી પર ત્યાંના સંચાલકે બળાત્કાર ગુજાર્યો હતો.
ચેકિંગ કરતા મહારાષ્ટ્રની યુવતી મળી: ટ્રાફિકિંગ યુનિટની ટીમે માંજલપુરના યુવા મોલ પાસે મેબલ પ્લાઝાના ફર્સ્ટ ફ્લોર પર આવેલા ડિવાઇન સ્પામાં ચેકિંગ કરતા મહારાષ્ટ્રની યુવતી મળી આવી હતી. સ્પાના સંચાલકે આ યુવતી બાબતે પોલીસને માહિતી આપી ન હતી તેના પરિણામે મેનેજર ધર્મેશ ભીખાભાઈ સોલંકી (નવાપુરા ફળિયા, માંજલપુર)ની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે સ્પાના માલિક શંકરસિંહ ભગતસિંહ ચુડાવત (કાન્હા ગોલ્ડ,ડભોઇ રોડ,વડોદરા) ને વોન્ટેડ જાહેર કર્યો છે.