ETV Bharat / state

HTATના શિક્ષકોની બદલીના નિયમો જાહેર ન કરાતા શિક્ષકો ભૂખ હડતાળ પર ઉતર્યા - HTAT Teachers went on hunger strike - HTAT TEACHERS WENT ON HUNGER STRIKE

ગાંધીનગર HTATના મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો તૈયાર કરી દેવામાં આવ્યા છે. પરંતુ કોઈ કારણોસર તેને જાહેર કરવામાં આવ્યા નથી. તેથી કંટાળેલા શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભૂખ હડતાળ પર ઉતાર્યા છે. મુખ્ય શિક્ષકો દ્વારા એક વર્ષથી આ મુદ્દે સરકાર દ્વારા માત્ર ભ્રમિત આશ્વાસનો આપ્યાનો આક્ષેપ કરાયો છે. જાણો સંપૂર્ણ બાબત. HTAT Teachers went on hunger strike

સરકાર દ્વારા બદલી અને બઢતીના નિયમ બનાવવામાં આવ્યા નથી
સરકાર દ્વારા બદલી અને બઢતીના નિયમ બનાવવામાં આવ્યા નથી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 16, 2024, 4:47 PM IST

ગાંધીનગર: સત્યાગ્રહ છાવણી ખાતે સમગ્ર રાજ્યના પ્રાથમિક વિભાગના HTAT આચાર્યો તેમની બાર વર્ષોની માંગણીના મુદ્દે એકઠા થયા છે. તેમના દ્વારા ગાંધીનગર મામલતદાર પાસે ગતરોજ આંદોલનની પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ માંગણી ન મળતા તેઓએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીની બાજુમાં રહેલા મેદાનમાં આમરણાંત ઉપવાસ પર ઉતરીને આંદોલનનું રણશિંગૂ ફૂંક્યું છે. શિક્ષકોનું કહેવું છે કે, 'જ્યાં સુધી કોઇ નિર્ણય લેવામાં નહી આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર રહીશું.'

જ્યાં સુધી કોઇ નિર્ણય લેવામાં નહી આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ (Etv Bharat Gujarat)

400 જેટલા HTAT આચાર્યો એકઠા: સમગ્ર રાજ્યમાં 7000 જેટલા HTAT આચાર્યો છે જેઓ સરકાર તરફથી તેમના બદલીના પ્રશ્નો અને અન્ય પ્રશ્નો મુદ્દે પરિપત્રની માંગણી કરી રહ્યા છે. આ અગાઉ તેમની સરકાર સાથે ચાર વખત બેઠક થઈ હોવા છતાં સમાધાન કે સુલેહ ન થતા આ લોકો આંદોલન પર ઉતાર્યા છે. ગાંધીનગરમાં હાલ 400 જેટલા HTAT આચાર્યો એકઠા થયા છે. તમને જણાવી દઈએ કે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અમે લડત ચાલુ રાખીશું: ગુજરાત રાજ્ય HTAT શિક્ષક સંઘના કારોબારી સભ્ય અશ્વિન શર્માએ જણાવ્યું છે કે, "છેલ્લા 12 વર્ષથી HTAT શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. તેમ છતાં સરકાર દ્વારા બદલી અને બઢતીના નિયમ બનાવવામાં આવ્યા નથી. છેલ્લા એક વર્ષથી સરકારે નિયમ બનાવીને રાખ્યા છે, પરંતુ આ નિયમો જાહેર કરવામાં આવતા નથી. શિક્ષકો દ્વારા શિક્ષણ મંત્રીને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે ઉપરાંત બેઠકો પણ કરી છે. છેલ્લે ગત એક જુલાઈના રોજ શિક્ષણ વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે 15 જુલાઈ સુધી બદલી અને બદ્ધતિના નિયમો જાહેર કરીશું, પરંતુ આજ દિન સુધી આ નિયમો જાહેર કરાયા નથી. તેથી અમે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીની બાજુના મેદાનમાં આ મરણ અનશન પર બેઠા છીએ. અમારી માંગણી જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું."

  1. શૈક્ષણિક સંસ્થાઓમાં ફી વધારાના મુદ્દે જૂનાગઢમાં ઇન્ડિયા ગઠબંધને કરી પદયાત્રા, વિરોધ પ્રદર્શનથી કર્યો કેન્દ્ર પર પ્રહાર - Protest against the fee hike
  2. ચોમાસું શરુ થતા સુરતમાં રોગચાળાએ માથું ઉચક્યું, આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું - Surat Health Update

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.