વડોદરા: વડોદરા જિલ્લાના પાદરા ખાતે વઘુ એક અકસ્માતની ઘટનાના સામે આવી છે. આ ઘટનાના દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા. જેમાં ટ્રક ચાલકની એક સામાન્ય ભૂલના કારણે 50 વર્ષીય એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના બનતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આ વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. બનાવ અંગે વડુ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રક ડ્રાઈવરની ભૂલે એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો: વડોદરા જિલ્લાના પાદરા-જંબુસર હાઈવે ઉપર સહયોગ હોટલના કમ્પાઉન્ડમાં જ આ ટ્રક ચાલકે એક યુવકને કચડી નાખવાની ઘટના બની હતી. જેમાં ટ્રકચાલકની બેદરકારીના કારણે 50 વર્ષીય કૌશિક લક્ષ્મણરાવ ભુસાળનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેઓ હાલ વડોદરા શહેરનાં સોમા તળાવ નજીક આવેલા રૂદ્રાક્ષ હાઇટ ખાતે રહેતો હતો. જે અંગે વડુ પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ: આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં 50 વર્ષીય કૌશિકભાઈ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે સમય દરમિયાન એકાએક કાળ સમી ટ્રકે તેઓને હડફેટે લેતા તેઓ અચાનક નીચે પટકાઈ પટકાયા હતા. જ્યાં ટ્રકના આગળના ટાયરના પૈડા ફરી વળ્યા હતા અને તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું છે. આ બનાવ બનતા ટ્રક ચાલક તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. સ્થળ ઉપર ઉપસ્થિત લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ ઘટાના સ્થળે દોડી આવી હતી.
પોલીસે ટ્રકચાલકને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડયો: આ સમગ્ર મામલે સ્થાનિક લોકો દ્વારા વડુ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક વ્યક્તિના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે અકસ્માત કરી ફરાર ટ્રકચાલકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: