ETV Bharat / state

ગૃહ મંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે: પૂરગ્રસ્ત લોકોની સ્થિતિ નિહાળી ઉચ્ચ સ્તરે બેઠક યોજી - Harsh Sanghvi visited Vadodara

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2024, 5:34 PM IST

ભારે વરસાદના પરિણામે પૂરગ્રસ્ત વડોદરા શહેરની મુલાકાતે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી આવી પહોંચ્યા છે. આવતાની સાથે જ તેમણે શહેરના ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં મહત્વની બેઠક લીધી છે. વધુ વિગતો જાણવા માટે વાંચો આ અહેવાલ. Harsh Sanghvi visited Vadodara

હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં મહત્વની બેઠક લીધી
હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં મહત્વની બેઠક લીધી (Etv Bharat Gujarat)

વડોદરા: શહેર વિતેલા ત્રણ દિવસથી પૂરનો સામનો કરી રહ્યું છે. આજ સવારથી વિશ્વામિત્રી નદીનું પાણી ઓસરતા રાહતના સમાચાર આવવાના શરૂ થયા છે. તેવામાં વડોદરાવાસીઓની મદદ માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી આવી પહોંચ્યા છે, સાથે તેમણે તમામ મહત્વના ચૂંટાયેલા અને સરકારી અધિકારીઓ સાથે બેઠક લીધી છે. જેમાં પૂરગ્રસ્ત લોકોને સ્પર્શતા મહત્વના મુદ્દાઓ ઉપર ઝીણવટભરી ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. શહેરના લોકો ઝડપથી આ મુસીબતોમાંથી બહાર આવે તેવા પ્રયત્ન કરવા અપીલ કરી.

ગૃહમંત્રી શહેરીજનો વચ્ચે જઈને પરિસ્થિતિ નિહાળી: મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે, બેઠકમાં પાણી ઓસર્યા બાદ લોકોના સ્વાસ્થ્ય અંગેની કામગીરી ઉપર વધુ ભાર મુકવામાં આવ્યો છે. બેઠક બાદ ગૃહમંત્રી લોકોની વચ્ચે જઇને તેમની હાલચાલ જાણશે તેવી શક્યતાઓ છે. પૂરની સ્થિતી અંગે બારીકાઇ પૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, આ બેઠકમાં મેયર, સાંસદ, ધારાસભ્યો તથા પાલિકા તથા અન્ય પદાધિકારીઓ હાજર છે.

  1. ભારે વરસાદને કારણે શાકભાજીની આવક અટકી: મંગળવાર સુધી આવક ન થવાના અણસાર - Income of vegetables stopped
  2. મધુવંતીનું પાણી ભાદરમાં જવાને બદલે ભાદર જ જુનાગઢ-પોરબંદર વચ્ચેના ઘેડ વિસ્તારમાં ફરી વળી, સમગ્ર પંથક જળબંબાકાર - Gujarat Flood Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.