ETV Bharat / state

સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં કેદીઓ માટે 18 લાખના ખર્ચે સ્માર્ટ કલાસનું કર્યું લોકાર્પણ - Harsh Sanghvi visited Lajpore Jail

સુરતની લાજપોર જેલમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બંદિવાનોને શિક્ષણ મળી રહે એવા હેતુથી રૂ.18 લાખના ખર્ચે નવનિર્મિત "મહાત્મા ગાંધી વિદ્યાલયના" સ્માર્ટ કલાસનું લોકાર્પણ કર્યું હતું. જાણો ગૃહ મંત્રીએ કેદીઓ સાથે બીજી કઈ કઈ પ્રવૃતિઓમાં ભાગ લીધો... Harsh Sanghvi visited Lajpore Jail

સુરતની લાજપોર જેલમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી
સુરતની લાજપોર જેલમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 14, 2024, 2:12 PM IST

સુરત: શહેરની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદિવાનોને શિક્ષણ મળી રહે એવા હેતુથી રૂ.18 લાખના ખર્ચે નવનિર્મિત "મહાત્મા ગાંધી વિદ્યાલયના" સ્માર્ટ કલાસનું ગૃહ, રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. મંત્રીશ્રીએ જેલમાં સજા ભોગવી રહેલા બંદિવાનોની ઉત્તમ કામગીરી બદલ પ્રશંસાપત્ર અર્પણ કરી બિરદાવ્યા હતા.

"મહાત્મા ગાંધી વિદ્યાલયના" સ્માર્ટ કલાસનું લોકાર્પણ (ETV Bharat Gujarat)

જેલના બંદિવાની મુલાકાત લેતાં ગૃહ રાજયમંત્રી: આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, "છેલ્લા બે વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિકાસની યાત્રા તેજ બની છે. ગુજરાતની તમામ જેલોની સુરક્ષા કરતા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં નોધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. બંદિવાનોને યોગ્ય, પૌષ્ટિક ભોજનની કાળજી પણ લેવામાં આવી રહી છે. ગુજરાતની દરેક જેલમાં બંદિવાનોને પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહે એવી સુવિધા કરવામાં આવી છે. બંદિવાનોના માનવાધિકાર સચવાઈ રહે એના માટે રાજ્ય સરકાર હરહંમેશા પ્રયત્નશીલ રહેશે".

સુરતની લાજપોર જેલમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી
સુરતની લાજપોર જેલમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી (ETV Bharat Gujarat)

જેલમાં સમતોલ વાતાવરણ જળવાઈ રહે તે માટે પ્રયત્નો: બંદિવાનોને અનુરોધ કરતાં ગૃહરાજ્યમંત્રીએ કહ્યું હતુ કે, "આવેશમાં આવી ભુલથી કોઇ ગુનો થયો હોય અને એ ગુનાનું પ્રાયશ્ચિત કરી ફરી સુધરવાની તક મળે તો આ તક ઝડપી લઇ શ્રેષ્ઠ જીવન જીવવાની કોશિષ કરજો. જેલ અને સમાજમાં સમતોલ વાતાવરણ જળવાઈ રહે એના માટે સરકાર કટિબદ્ધ છે. બંદિવાનોના પરિવારને નિયમ મુજબ જેલમાં મુલાકાત કરાવી પરિવારજનો સાથે સ્નેહનો તંતુ જળવાઈ રહે એવો જેલ તંત્રને અનુરોધ કર્યો હતો.

બંદિવાનો પણ સારા લેખક: વધુમા તેમણે કહ્યું કે, જેલમાં બંદિવાનો સાથે યોગ્ય વર્તન થાય, તેમની માનસિકતામાં પરિવર્તન આવે તેમજ જેલમાંથી મુકત થયા બાદ સભ્ય સમાજનો હિસ્સો બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બંદિવાનો પણ સારા લેખક, ઉત્તમ ચિત્રકાર અને પારંગત રસોઈયા અને અભ્યાસમાં નિપૂણ હોય છે. જેલમાં સંગીતના માધ્યમ દ્વારા વ્યક્તિની માનસિકતા બદલાવવા માટેના અનોખા પ્રયાસ થઈ રહ્યા છે.

ગૃહમંત્રીએ આ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવ્યો
ગૃહમંત્રીએ આ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવ્યો (ETV Bharat Gujarat)

લર્નિંગ ઝોન બનાવવામાં આવ્યો: સ્માર્ટ કલાસ વિશે તેમણે કહ્યું હતું કે, જિલ્લાની અનેક શાળાઓમાં સ્માર્ટ કલાસ થકી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ પહેલીવાર લાજપોર જેલમાં બંદિવાન ભાઇઓ માટે સુવિધાયુક્ત લર્નિંગ ઝોન બનાવવામાં આવ્યો છે, જેના થકી જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઇઓ પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરી જેલમાંથી બહાર આવી શ્રેષ્ઠ જીવન જીવી શકશે. આ સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ થકી અનેક બંદિવાન ભાઇઓના જીવનમાં શિક્ષણનો દીપક પ્રજ્વલિત થશે.

કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવ્યો: લાજપોર મધ્યસ્થ જેલ તંત્રના સહયોગથી જેલના રહેલા બંદિવાનો દ્વારા સંચાલિત હીરા મેન્યુફેક્ચરિંગ યુનિટની ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. આ યુનિટમાં 96 કેદીઓ હીરા કટિંગ, પોલિશીંગની કામગીરી કરી રહ્યા છે, ત્યારે ગૃહમંત્રીએ આ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. મંત્રીએ કેદીઓને જેલમાં રોજગારીની મળેલી તકનો લાભ ઉઠાવી આગળ વધવા માટે પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.

  1. વિપક્ષ નેતા રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત... જાણો ક્યારે અને શું છે રાહુલનો કાર્યક્રમ ? - Rahul Gandhi will come to Gujarat
  2. સુરતમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલની અધ્યક્ષાતામાં યોજાઈ શિક્ષણ સમિતિના સમીક્ષા બેઠક... - meeting of the Education Committee

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.