સુરત : દેશભરમાં લોકસભા ચૂંટણીને લઇ દરેક પાર્ટી પ્રચાર પ્રસારમાં લાગી છે. પાર્ટીના કાર્યકર્તાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે લોકસભા ચૂંટણી ભલે દેશમાં યોજવામાં આવનાર હોય પરંતુ તેની અસર અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને જ્યારે વાત અમેરિકાની થાય તો ત્યાં રહેતા ભારતીય પણ લોકસભા ચૂંટણીને લઈ ઉત્સાહિત નજર આવી રહ્યા છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો 'અબ કી બાર 400 પાર' નો નારો આપી રહ્યા છે.
ખાસ કાર્યક્રમ આયોજિત કરાયો : અમેરિકાના કેલિફોર્નિયા આ લોસએન્જેલસમાં આવેલા હોલિવૂડના કોનાર્ક થિયેટર્સ ખાતે પીએમ મોદીના ચાકો દ્વારા એક ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યાં મોટી સંખ્યામાં પીએમ મોદીના ચાકો એકત્ર થયા હતા અને હોલીવુડ સાઇન ખાતે મોદી ધ સ્ટાર ઓફ ઇન્ડિયાની સાઇન મુકાઈ હતી. અમેરિકામાં રહેતા પીએમ મોદીના ચાહકો અમેરિકાના અલગ અલગ સોલ્વ જેટલા શહેરોમાં પીએમ મોદીના સમર્થનમાં રેલી પણ કાઢવા જઈ રહ્યા છે અને સભા પણ સંબોધિત કરશે.
પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં અગ્રસર : પીએમ મોદીના ચાહક અને અમેરિકામાં રહેતા યોગી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં આ કાર્યક્રમ અમે આયોજિત કર્યું છે. કારણ કે તેઓએ જે રીતે ભવ્ય રામમંદિરનું નિર્માણ કરાવ્યું છે અને કલમ 370 નાબૂદ કરાવી છે તે ભારત માટે ખૂબ જ નોંધપાત્ર બાબત છે. જ્યારથી તેઓ વડાપ્રધાન બન્યા છે ત્યારથી જ ભારતીયોનું સ્વાભિમાન વધાર્યું છે. વિશ્વભરમાં ભારતની છવી બદલાઈ છે. ભારત મોટી આર્થિક શક્તિ બનવા જઈ રહી છે. તેઓએ ત્રિપલ તલાકમાંથી મુસ્લિમ બહેનોને રાહત આપી છે. ભારત દેશને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં તેઓ અગ્રસર છે.