ETV Bharat / state

જાણો ડાકોરના ઠાકોરની હોળી વિશે, ડાકોર રણછોડરાયજી મંદિરમાં રંગોત્સવની ધૂમ - Holi 2024 Dakor - HOLI 2024 DAKOR

ભગવાન સાથે હોળી રમવાનો અનોખો ઉત્સવ ડાકોરમાં વિશેષ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જાણીએ કંઈ રીતે આ ઉત્સવ મનાવાય છે અને શું છે તેનું મહત્વ…

જાણો ડાકોરના ઠાકોરની હોળી વિશે, ડાકોર રણછોડરાયજી મંદિરમાં રંગોત્સવની ધૂમ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 22, 2024, 7:59 PM IST

ડાકોરના ઠાકોરનો રંગોત્સવ

ખેડા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રાજાધિરાજ ભગવાન રણછોડરાયજી મહારાજ સાથે હોળી ખેલવાનો વિશેષ મહિમા રહેલો છે.જેને લઇ પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં ભાવિકો ડાકોર પહોંચે છે અને રણછોડરાયજી મહારાજ સાથે હોળી ખેલે છે. અહીં આમલકી અગિયારસથી પાંચ દિવસ સુધી રંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

ડાકોરમાં વિશેષ ઉત્સવ : સુપ્રસિદ્ધિ યાત્રાધામ ડાકોર ખાતે હોળીના તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે. રંગોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. *ભગવાન સાથે હોળી ખેલવા લાખો ભાવિકો ડાકોર પહોંચે છે. પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં યાત્રિકો પગપાળા યાત્રા કરી ડાકોર પહોંચે છે.પાંચ દિવસ યાત્રાધામ ડાકોરમાં ભાવિકોનો મહેરામણ ઉમટે છે. ભાવિકો ભક્તિમાં તરબોળ થઈ નાચતા ગાતા ડાકોર પહોંચી રાજાધિરાજ રણછોડરાયજી સાથે હોળી ખેલે છે.આમલકી અગિયારસથી પાંચ દિવસ દરમિયાન ભાવિકો સમગ્ર મંદિર પરિસરમાં અબિલ ગુલાલની છોળો ઉડાવી જય રણછોડના નાદ સાથે હોળીનો આનંદ માણે છે.ભગવાન સાથે હોળી રમી ધન્યતા અનુભવે છે.

પાંચ દિવસ રંગોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી : મંદિરમાં વસંત પંચમીથી હોળી ખેલ શરૂ થાય છે. ફૂલડોલ ઉત્સવ સુધી 40 દિવસ પ્રભુને રંગોથી ખેલાવવામાં આવે છે. જેમાં આમલકી અગિયારસથી રંગોત્સવની ધામધૂમપૂર્વક શરૂઆત થાય છે. વસંત પંચમીએ રાજાધિરાજ ચાંદીની પિચકારીથી કેસુડા તેમજ કેસરથી વસંતના ફાગ ખેલે છે. આમલકી અગિયારસે ભગવાન પાલખીમાં બિરાજમાન થઈ ભક્તો પર અબીલ ગુલાલની છોળો ઉડાવતાં નગરચર્યાએ નીકળે છે. એ સાથે પાંચ દિવસીય રંગોત્સવની ધામધૂમપૂર્વક શરૂઆત થાય છે.

ભગવાન નવરંગોથી હોળીના ખેલ ખેલે છે : આમલકી અગિયારસથી ફૂલડોલ સુધીના પાંચ દિવસ દરમિયાન પ્રતિદિન ભગવાન તમામ એટલે કે પાંચે પાંચ ભોગમાં નવરંગોથી હોળીના ખેલ ખેલે છે. ફૂલડોલના દિવસે રાજાધિરાજ ફુલોના હિંડોળા પર બિરાજમાન થઈ પાંચ વખત નવ રંગોનો ખેલ કરે છે અને ભક્તોને હોળી રમાડે છે. જે રંગોત્સવની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ઉત્સવને માણવા અને ભગવાન સાથે હોળી ખેલવા લાખોની સંખ્યામાં ભાવિકો પગપાળા ડાકોર પહોંચે છે. ડાકોરની ગલીઓ જય રણછોડના નાદથી ગુંજી ઉઠે છે. તેમજ મંદિર પરિસરથી લઈ મંદિર જતા તમામ માર્ગો રંગબેરંગી રંગોથી શોભે ઊઠે છે.

ભગવાનને કરાય છે વિશેષ શણગાર : ભગવાનના શણગારનું પણ વિશેષ મહત્વ રહેલું છે. જેને લઈ આ પાંચ દિવસ દરમિયાન પ્રતિદિન રાજાધિરાજ રણછોડરાયજી મહારાજને વિશેષ શણગાર કરવામાં આવે છે. જે શણગાર સજી ભગવાન દિવ્ય સ્વરૂપે ભાવિકોને દર્શન આપે છે. શણગાર ભોગમાં ભગવાનને ધાણી,ચણા, ખજૂરનો ભોગ ધરાવાય છે.

  1. ડાકોરના ઠાકોરની વાજતેગાજતે નીકળી સવારી, આજથી પાંચ દિવસીય ફાગોત્સવનો પ્રારંભ - Holi 2024
  2. Dakor Temple Darshan Timings Change : ડાકોરના ઠાકોરના દર્શનના સમયમાં કરાયો ફેરફાર, ફાગણી પૂનમનો મેળો ભરાશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.