ભાવનગર: જિલ્લામાં નવરાત્રીમાં મનમૂકીને ગરબા રમતી યુવતીઓ માટે શણગારનું મહત્વ વધારે હોય છે. ત્યારે ETV BHARATએ વેસ્ટમાંથી બેસ્ટ કરીને નવીનીકરણ સાથે બંગડીઓ તૈયાર કરનાર વ્યક્તિ સાથે વાત કરી છે. બંગડીઓમાં નવીનીકરણ કરનાર શિલ્પાબેનનો વિચાર આજે યુવતીઓમાં ખૂબ આવકારાઈ રહ્યો છે. શુ છે એ નવી બંગડીઓ? અને શિલ્પાબેનની આ બંગડીઓ વિશે શું છે મહિલાઓનો મત? ચાલો જાણીએ.

મનમાં વિચાર આવ્યો અને અમલ કર્યોને મળી સફળતા: ભાવનગર શહેરના રહેવાસી અને ગૃહિણી તરીકે રહેતા શોલ્પાબેન આજે સ્ટાર્ટ અપ અંતર્ગત ખૂબ લોકપ્રિય પણ બન્યા છે. શિલ્પાબેને નવી બંગડીઓનું સર્જન કર્યું છે. તેમને ઘરમાં બેઠા બેઠા વિચાર આવ્યો અને પોતાના માટે બંગડીઓ વેસ્ટમાંથી બનાવી અને તે તૈયાર થતા તેનું સુંદરતાએ શિલ્પાબેનનું મન મોહી લેતા તેમને આગળ વધવાની શરૂઆત કરી હતી. આજે તેઓ બંગડીઓ, બ્રેસલેટ જેવી હાથ બનાવટી ચિજો બનાવે છે.


શિલ્પાબેને આગળ વધાર્યો વ્યવસાય: ETV BHARAT એ શિલ્પાબેન સાથે વાતચીત કરી તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, હું ત્રણ વર્ષથી આ કામ કરું છું. મને હંમેશા અલગ અલગ નવું શીખવાનું જાણવાનું બહુ ગમે એટલે મેં વેસ્ટ કપડાંમાંથી આ બંગડીઓ બનાવવાનું શરૂ કર્યું. આપણે જે ડ્રેસ સાથે મેચિંગ ઘરેણાં પહેરવા હોય એનામાંથી મને આઈડિયા આવ્યો, કે હું આ બંગડી ઉપર વીંટાળીને હું મારી રીતે મેચિંગ સેટ બનાવુ તો કેવું લાગે. મે એક વાર આ બનાવવાનો પ્રયાસ કર્યો અને મને બહુ મસ્ત લાગ્યો અને લોકોને પણ સરસ લાગ્યો. પહેલા હું વેસ્ટમાંથી આ તમામ પ્રકારના ઘરેણાં બનાવટી હતી અને અત્યારે હું પોતે કાપડ લાવીને બધા બેંગલ્સ બનાવું છું અને બધા મારી પાસેથી ખૂબ ખરીદી કરે છે.


બંગડીઓ સાથે બ્રેસલેટ અને બંગડીઓના ભાવ: શિલ્પાબેને જણાવ્યું હતું કે, હું બેંગલ્સ સાથે જ્વેલરી બનાવું છું, હાર નવરાત્રી માટે બનાવું છું. આ વસ્તુનો ભાવ મારી પાસે તો અત્યારે બહુ રિઝનેબલ છે, પણ ઓનલાઇન આ પ્રોડક્ટનો ભાવ ખૂબ ઊંચો હોય છે. અત્યારે હું જાતે બનાવું છું એટલે સ્તકલા વિભાગ દ્વારા જે સ્ટોલ આપવામાં આવે છે ત્યાં અમે સેલ કરીએ છીએ, પણ ઓનલાઇન તો ડબલ પ્રાઈઝ હોય છે. આમ જોઈએ તો ભાવ 300, 400, 500 અને 600 સુધીના હોય છે.



લોકોએ સ્વીકારી બંગડીઓ અવનવી: ભાવનગરની ગૃહીણી ગીતાબેન વિક્રમભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે, અહીંયા બધુ એન્ટીક છે, બધુ જ હાથથી બનાવેલું છે. બહેનો દ્વારા બનાવેલી નવી જ વસ્તુ જોવા મળે છે. મેં મારી દીકરી માટે આ સરસ મજાનો સેટ લીધો છે મને ખૂબ જ ગમ્યો છે. આજની યુવા પેઢીને ગમે તેવું છે. અવનવું હોવાથી નવરાત્રીમાં આ વસ્તુઓની ખૂબ માંગ છે.
આ પણ વાંચો: