અમદાવાદ: રાજ્યમાં સાર્વત્રિક ચોમાસું જામ્યું છે. ત્યારે આજ સવારના 6 કલાક સુધીમાં એકંદરે 25.80 ઇંચ (655.49mm) વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 74.23 ટકા નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં આણંદ, ખેડા, ડાંગ, નવસારી અને દાહોદમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જે અનુક્રમે 71mm, 54mm, 49mm, 43mm અને 38mm વરસાદ નોંધાયો છે.
જોકે હાલ છેલ્લા 24 કલાકમાં 28 જિલ્લાના 76 તાલુકાઓમાં વસરાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજયનો સરેસાશ વરસાદ 4.28mm છે. આ વર્ષે રાજ્યમાં 43 તાલુકાઓમાં 39.37 ઇંચ (1000mm)થી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 82 તાલુકામાં 501 થી 1000mm, 103 તાલુકામાં 251 થી 500mm, 23 તાલુકામાં 126 થી 250mm સુધી વરસાદ પડ્યો છે.
- રાજ્યમાં કચ્છમાં અત્યાર સુધી સીઝનનો સૌથી વધુ 88.97% વરસાદ નોંધાયો છે.
- ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું 55.07% વરસાદ પડ્યો છે.
- મધ્ય ગુજરાતમાં 58.75% વરસાદ પડ્યો છે.
- સૌરાષ્ટ્રમાં 81.88% વરસાદ નોંધાયો છે.
- દક્ષિણ ગુજરાતમાં 88.73% વરસાદ પડ્યો છે.
રાજ્યના ડેમોની પરિસ્થિતી: રાજ્યના કુલ 50 ડેમો 100 ટકા ભરાય ગયા છે. જ્યારે 43 ડેમો 70 થી 100 ટકાની વચ્ચે, 21 ડેમો 50 થી 70 ટકાની વચ્ચે, 39 ડેમો 25 થી 50 ટકાની વચ્ચે અને 53 ડેમો 25 થી નીચે ભરાયેલ છે. તેમજ રાજ્યના 65 ડેમોમાં હાઈ એલર્ટ આપી દેવાયું છે.
આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
- રાજ્યમાં તારીખ 23 ઓગસ્ટ 2024ના રોજ ભરુચ, નર્મદા, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી જણાય રહી છે.
- તારીખ 24 ઓગસ્ટ 2024ના રોજ નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાય છે, જ્યારે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત અને તાપીમાં ભારે વરસાદની શક્યતા છે.
- તારીખ 25 ઓગસ્ટ 2024ના રોજ મહીસાગર અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
- તારીખ 26 ઓગસ્ટ 2024ના રોજ ભરુચ અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાય છે, જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
- તારીખ 27 ઓગસ્ટ 2024ના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.