ETV Bharat / state

માંગરોળમાં ભારે વરસાદ થતા નેશનલ હાઇવે 56 થયો પાણી પાણી, બાઈક પર સવાર બે યુવકો પાણીમાં તણાયા - HEAVY RAIN IN MANGROL

સુરતના માંગરોળમાં વરસાદ વરસતા નેશનલ હાઇવે નંબર 56 પાણી પાણી થયો છે. જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિ તણાય જતા તેમને રેસ્ક્યુ કરી બચાવ્યા છે.

માંગરોળમાં ભારે વરસાદ
માંગરોળમાં ભારે વરસાદ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 15, 2024, 3:03 PM IST

સુરત: સુરત જિલ્લામાં એકબાજુ મેઘરાજાના વિદાયની વાતો થઈ રહી છે. ત્યારે જાણે ફરી ચોમાસાનો પ્રારંભ થયો હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળી નજીક આવી ગઈ છતાં મેઘરાજા વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યા જેને લઈને ખેડૂતો ચિતામાં મુકાયા છે. માંગરોળ તાલુકામાં ભારે વરસાદ વરસતા નેશનલ હાઇવે 56 પર પાણી ફરી વળ્યા હતા. જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિ તણાઈ ગયા હતા. હાજર લોકોએ રેસ્ક્યુ કરી લેતા બન્નેનો બચાવ થયો હતો.

નેશનલ હાઇવે નંબર 56 પાણી પાણી: સુરત જિલ્લા સહિત માંગરોળ તાલુકામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. કાળા ડીબાંગ વાદળો વચ્ચે વીજળીના ભારે કડાકા ભડાકા સાથે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઇને માંગરોળ તાલુકાના ઝંખવાવ ચાર રસ્તા નેશનલ હાઇવે નંબર 56 ઉપર આજુ બાજુની કોતરોનું પાણી ફરી વળ્યું હતું. આ સમયે ઝંખવાવ ગામના મંદિર ફળિયાનો શૈલેષભાઈ નામનો યુવક બાઈક પર પાછળ એક વ્યક્તિને બેસાડી ઝંખવાવ ચાર રસ્તાથી માંડવી તરફના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો.

માંગરોળમાં ભારે વરસાદ (Etv Bharat Gujarat)

વરસાદ વરસતા જાણે આભ ફાટ્યો : આ સમયે પાણીના ભારે પ્રવાહને કારણે બાઈક પર સવાર બંને વ્યક્તિ કોતરમાં તણાઈ ગયા હતા. આ બંને વ્યક્તિઓ કોતરમાં તણાતા નજરે જોતા લોકોએ બૂમાબૂમ કરી હતી. આ સમયે સ્થાનિક આગેવાન મુસ્તાકભાઈ પિંજારા તેમજ અન્ય યુવકો મદદે દોડી આવ્યા હતા. અને બંનેને કોતરમાંથી બહાર કાઢ્યા હતા. જેમાં બાઈક ચલાવનાર શૈલેષ નામના યુવકને ઇજાઓ થઈ હતી. જેથી તેને સારવાર માટે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ માત્ર 40 મિનિટમાં ભારે વરસાદ વરસતા જાણે આભ ફાટી નીકળ્યું હોય તેવી અનુભૂતિ અમને જોવા મળી હતી.

આ પણ વાંચો:

  1. સ્વચ્છ સર્વેક્ષણ 2024 માટે તૈયારીઓ શરૂ કરાશે, ઉત્પતિ સ્થળે કચરો પ્રોસેસ કરી પીરાણાનું ભારણ ઓછું કરાશે
  2. ભરૂચમાં ભારે વરસાદ પડતા 7 યુવાનો અને 1 માછીમાર પર વીજળી પડી, 4 ના મોત થયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.