અમદાવાદ: હીટવેવની અસરથી છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ઉંચકાયો છે. રવિવારે સમગ્ર રાજ્યમાં 45.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું હતું. અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો હતો. જેને પગલે લોકોએ દિવસ દરમિયાન કાળજાળ ગરમીનો અનુભવ કર્યો હતો. આગામી 4 દિવસ રાજ્યમાં ગરમીનું જો યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી: હવામાન વિભાગના આંકડાઓ મુજબ રવિવારે સવારથી જ શરૂ થયેલા ગરમ પવનોની અસરની વહેલી સવારથી જ ગરમીનું જોર વરતાયું હતું. તેમજ દિવસના 10 વાગ્યાથી જ આકાશમાંથી જાણે અગન જવાળાઓ જમીન તરફ આવતી હોય તેવી અકળાવી નાખતી ગરમી શરૂ થતા લોકો રીતસરનાં શેકાયા હતા. સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગર 45.3 ડિગ્રી સુધી ગરમીનો પારો સતત ઉચકાઇ રહ્યો છે જેને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોમવારથી લઈને ગુરૂવાર સુધીનો એલર્ટ જાહેર કર્યો છે.
52 હજારથી વધુ ORS પેકેટ્સનું વિતરણ: મ્યુનિસિપલે સોમવારે અને ગુરુવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે જ્યારે મંગળવાર અને ગુરુવાર માટે યલો એલર્ટ જાહેર કર્યો છે શહેરના અર્બન હેલ્થ સેન્ટર કોમ્યુનિટી હોલ તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પરથી ગત અઠવાડિયે 52 હજારથી વધુ ORS પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે 47 દિવસમાં હીટવેવ સંબંધિત બીમારીના 10,000થી વધુ કેસ નોંધાયા છે.