અમદાવાદઃ આજે અમદાવાદનો 613મો જન્મદિન છે. અમદાવાદની સ્થાપના સંદર્ભે એક લોકવાયકા બહુ પ્રસિદ્ધ છે. જેમાં બાદશાહ અહમદશાહ રાજધાનીની શોધમાં હતા. જ્યારે તેમણે કર્ણાવતી નગર (હાલનું અમદાવાદ)માં સસલાને કૂતરા પાછળ દોડતું જોયું ત્યારે આ વીરભૂમિને રાજધાની માટે પસંદ કર્યુ હતું. ઈસ 1411માં અહમદશાહ બાદશાહ દ્વારા સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. આજે 613 વર્ષ જૂના શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જો કે ઈતિહસકારોના જણાવ્યા અનુસાર અમદાવાદનો ઈતિહાસ આશરે 1000 વર્ષથી પણ વધુ જૂનો છે.
આશાવલ ભીલઃ અમદાવાદના ઈતિહાસને અનેક ભાગમાં વહેંચી શકાય છે. અમદાવાદમાં પ્રચીન સમયમાં ભીલ લોકો વસવાટ કરતા હતા. આજે પણ આશાવલ ભીલનો ટેકરો હયાત છે. આશાવલ ભીલના સમયના 2 પ્રસિધ્ધ મંદિરો આજે પણ હયાત છે. મંદિરમાં ભક્તો સદીઓથી પૂજાપાઠ કરવામાં આવે છે. માણેકચોક પાસે માંડવીની પોળમાં આવેલું રામનાથ મહાદેવ મંદિર અને રાયપુર ચકલા પાસે આવેલું કામનાથ મહાદેવ મંદિર આશવલ સમયથી હયાત છે. રામનાથ મહાદેવ મંદિર 1 માળ જેટલું જમીનમાં ઊંડું છે. અમદાવાદ શહેરની ઐતિહાસીક ઈમારતો અંગે લોકોને બહુ ઓછી જાણકારી છે.
રાજા કર્ણદેવે સ્થાપ્યું હતું લશ્કરી થાણુંઃ રાજા કર્ણદેવસિંહ સોલંકીએ આશાવલમાં લશ્કરી થાણાની સ્થાપના કરી હતી. આ શહેર આશાવલ બાદ કર્ણાવતી તરીકે ઓળખાયું હતું. રાજા કર્ણદેવ આ શહેર પર લાંબુ શાસન કરી શક્યા નહી. તેથી, આશાવલ નામ યથાવત રહયું હતું. સમય જતાં અહમદ શાહે સબરમતી નદીની કિનારે નવું શહેર વસાવ્યું હતું. આ શહેરનુ નામ અહમદ આબાદ રાખ્યુ હતું. જે સમય જતાં અપભ્રંશ થઈને અમદાવાદ તરીકે પ્રસિધ્ધ થયું છે.
અમદાવાદમાં કાળીગામમાં ખલીલાબાદનો કિલ્લો પણ છે. આ કિલ્લો આજે પણ અસ્તિત્વ ધરાવે છે. શહેરના સંરક્ષણ માટે આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં શાહીબાગ પેલેસ ઉપરાંત પણ 2 પેલેસ છે...ડૉ. માણેક પટેલ(લેખક અને સંશોધક, અમદાવાદ)