અમદાવાદ: નવા કાયદા બાદ ગુજરાતના પહેલા ઓનર કિલિંગ કેસમાં ઝડપાયેલા ચારેય આરોપીઓને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા સહિતના મામલે રિમાન્ડ માગ્યા હતા. આવી રજૂઆત બાદ ગ્રામ્ય કોર્ટના જજ કે.એન.નિમાવતે આરોપીઓને 8 દિવસના રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો છે.
પોલીસને સળગાવેલી હાલતમાં મૃતદેહ મળ્યો: સોમવારે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. 6 સપ્ટેમ્બરના રોજ બાકરોલ નજીક બીટ વિસ્તારમાં સ્મશાનમાંથી અજાણી વ્યક્તિનો પોલીસને સળગાવેલી હાલતમાં એક મૃતદેહ મળ્યો હતો. પ્રાથમિક તબક્કે પોલીસે 11 સપ્ટેમ્બરે જાણવાજોગ દાખલ કરી ગુમ થનારાની શોધખોળ હાથ ધરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, એક યુવતી છેલ્લા 2 દિવસથી ગુમ છે.
પ્રેમસંબંધમાં યુવતીની હત્યા કરાયાનો આરોપ: પોલીસની વધુ તપાસ અને ગ્રામજનોની પૂછપરછમાં સામે આવ્યું કે, ગામના યુવક સાથે લગ્ન કરવાની જીદ હોવાથી હત્યા યુવતીની હત્યા કરી સળગાવી દેવામાં આવી હતી. મૃતક 19 વર્ષીય યુવતી માનસી ઉર્ફે હીના સોલંકીને ગામના જ યુવક સાથે પ્રેમસબંધ હોઈ પરિવારે જ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. મૃતક માનસી ઉર્ફે હીના 2 વખત ઘરેથી ભાગી ગઈ હતી.
પિતા અને પિતરાઇ ભાઇ પર હત્યાનો આરોપ: ગામમાં બદનામ થવાના ડરથી પિતા અને પિતરાઈ ભાઈએ વડોદરા નજીક અનગઢ મંદિરે દર્શન કરવાના બહાને હાલોલ નજીક લઈ જઈ ગળેટૂંપો આપીને હત્યા કરી હોવાનો આરોપ છે. બાદમાં બાકરોલ સ્મશાન લઈ જઈ ડીઝલ નાખી યુવતીને સળગાવી પરિવારજનોએ સળગાવી દીધી હતી. મૃતકના પિતા- કાકા અને સહિત પિતરાઈ ભાઈઓ સહિત 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસ દ્વારા આરોપીઓ સામે કાર્યવાહી કરાશે: પિતા અરવિંદસિંહ કન્સ્ટ્રકશનમાં કોન્ટ્રાક્ટર અને કાકા ગજેન્દ્રસિંહ ડેપ્યુટી સરપંચ છે. મૃતક માનસી ઉર્ફે હીનાને પિતા અરવિંદસિંહે પિતરાઇ ભાઈએ ગળેટૂંપો આપી હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જોકે પ્રેમી યુવકના પિતા સરપંચ હોવાનું પણ સામે આવ્યું હતું. ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ સંયોગી પુરાવા એકત્ર કરી ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો: