ETV Bharat / state

AMC ની સામાન્ય સભામાં કોંગ્રેસ વરસાદને લઈ ગાજ્યું, વૉક આઉટ કરતા પ્રિ-મોનસુન કામગીરી પર ઉઠાવ્યા સવાલ - Ahmedabad Rain - AHMEDABAD RAIN

અમદાવાદમાં ઠેરઠેર વરસાદી પાણી ફરી વળ્યું. એક વરસાદ અને અમદાવાદના કરોડોના પ્રિ મોન્સુન પ્લાન અને કામગીરી પર પાણી ફરી વળ્યું. કોંગ્રેસ આ મુદ્દાને લઈને આજે સામાન્ય સભામાં આક્રમક જોવા મળી હતી પરંતુ કોંગ્રેસે આ દરમિયાન સભામાંથી વોકઆઉટ કરી લીધું હતું.- Ahmedabad Rain Updates

AMCની સામાન્ય સભામાં કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ
AMCની સામાન્ય સભામાં કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2024, 10:50 PM IST

અમદાવાદ: છેલ્લા ચાર દિવસ અમદાવાદ શહેર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ લોકોના ઘરબાર, દુકાનો, ગાડીઓ પાણીમાં તણાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી છે, તો મોટાભાગના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે તો કેટલીક જગ્યાએ મસ મોટા ભુવા પડવાની ઘટનાઓ પણ સામે આવી છે.

ત્યારે આજરોજ અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મળી હતી. જેમાં છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં પડેલા અતિ ભારે વરસાદ અને વરસાદના કારણે અમદાવાદ શહેરના શહેરીજનોને પડતી હાલાકીનો વિષય ગુંજી ઉઠ્યો હતો.

કોર્પોરેશનની પ્રિ મોન્સુન કામગીરી પર ઉઠ્યા સવાલોઃ અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા પ્રિ મોનસુન કામગીરીને લઈ અને અમદાવાદ મહાનગરપાલિકા પર સીધા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા. વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું કે AMC દ્વારા ચોમાસા પહેલા કરોડોના ખર્ચે પ્રિ મોન્સુન એક્ટિવિટી કરવામાં આવે છે પરંતું કમનસીબે શહેરમા પાણી ન ભરાય તે માટે કોર્પોરેશન દ્વારા વપરાતા કરોડો રુપિયા ચોમાસા બાદ ભરાયેલા પાણીના લીધે પાણીમાંજ જતા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે વિપક્ષ દ્વારા અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ભરાયેલા પાણી અને કરોડોના ખર્ચે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિ મોનસુન એક્ટિવિટી વિશે વાત કરવામાં આવી ત્યારે સત્તા પક્ષના સભ્યો દ્વારા આ ચર્ચામાં ભાગ ન લેતા કોંગ્રેસ પક્ષ દ્વારા સામાન્ય સભામાંથી વોકઆઉટ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો.

  1. ખેડૂતોના નુકસાનનો કરાશે સર્વેઃ કૃષિમંત્રીની સુરેન્દ્રનગરમાં સમીક્ષા બેઠક - Rain in Surendranagar
  2. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આભ ફાટ્યું, 24 કલાકમાં 18 ઇંચ વરસાદ, જાણો સંપૂર્ણ અહેવાલ - Heavy rain in Devbhoomi Dwarka

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.