અમદાવાદ: રાજ્યમાં શિયાળાની ઋતુ શરૂ થઈને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે ઉપરાંત શિયાળાનો બીજો મહિનો એટલે કે, ડિસેમ્બરનું બીજું અઠવાડિયું શરૂ થઈ ગયું છે. આ દરમિયાન વાતાવરણ કેવું રહેશે તે માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા ડેટા બહાર પાડવામાં આવ્યો છે. આ ડેટા અનુસાર રાજ્યમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના છે.
આમ, IMD અનુસાર ડિસેમ્બરના આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાન 30 સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 11 સેલ્સિયસ રહેશે. આ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે. અહીં નોંધનીય બાબત એ છે કે, ડિસેમ્બરના શરૂઆતમાં એટલે કે પહેલા અઠવાડિયામાં મહત્તમ તાપમાન 31 સેલ્સિયસ હતું જ્યારે લઘુત્તમ તાપમાન 16 સેલ્સિયસ હતું. આ ડેટા દર્શાવે છે કે તાપમાનમાં ઘટાડો થયો છે. પરિણામે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.

આગામી 7 દિવસ ડિસેમ્બરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન કેવું રહેશે, ચાલો જાણીએ...
વરસાદની વાત કરી તો ગુજરાતમાં વરસાદની સંભાવના નહિવત છે. પરંતુ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર મોટાભાગના સ્થળોએ, લક્ષદ્વીપ પર ઘણી જગ્યાએ અમુક અંશે વરસાદની સંભાવના છે.
જ્યારે દેશના અન્ય રાજ્યોમાં જેમ કે ઝારખંડ, હિમાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા, બિહાર, જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, ઉત્તર પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને તેલંગણા, યાનમ અને યાનમ પર અલગ-અલગ સ્થળોએ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહેમાં અમુક અંશે વરસાદની સંભાવના છે.
તમને જણાવી દઈએ કે, શિયાળાની શરૂઆતમાં એટલે કે નવેમ્બર મહિનામાં રાજ્યમાં વાતાવરણ સામાન્ય હતું. આ મહિનામાં ગરમી અને ઠંડીનું વાતાવરણ સામાન્ય નોંધાયું હતું.
આ પણ વાંચો: