ગાંધીનગર: રાજયમાં ચોમાસની ઋતુનું આગમન થઈ રહ્યું છે. આ સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાઈ રહ્યું છે. અને અનેક વિસ્તારોમાં હળવો હળવો વરસાદ થવાની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે રાજકોટ જેવા જિલ્લામાં ભારે વરસાદ પણ જોવા મળ્યો છે. પરંતુ અમુક વિસ્તારોમાં હજુ પણ વરસાદની શરૂઆત થઈ નથી.

ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના કયા કયા જિલ્લાઓમાં વરસાદ થશે તેનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. ત્યારે તારીખ 11 થી લઈને તારીખ 14 સુધી હવામાન વિગતો આપવામાં આવી છે. જેમાં 11 જુનના રોજ રાજ્યના મહત્તમ જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. જ્યારે જેમ જેમ દિવસ આગળ વધે છે તેમ તેમ એટલે કે તારીખ 14 સુધી ઓછામાં ઓછા જિલ્લાઓમાં વરસાદની થવાની સંભાવના છે.