પોરબંદર: પોરંબદર જિલ્લામાં મેઘરાજાની મહેર હવે મેઘ કહેરમાં ફેરવાઈ રહી છે. પોરબંદર શહેર સહિત આસપાસના ગામડાઓને ઘમરોળતા જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. ત્યારે અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે. કેટલીક શાળાનો આશ્રય સ્થાન તરીકે ઉપયોગ લેવાનો થાય તો તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર ને તત્કાળ મદદ કરવાની રહેશે. ડેમેજ રૂમનો ઉપયોગ ન કરવા સુચના અપાઈ છે. સાવચેતી અને સલામતીના તમામ પગલાં લેવાં પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સૂચના આપવામાં આવ્યાં છે.
#WATCH गुजरात: भारी बारिश के कारण पोरबंदर शहर में जलभराव हुआ।
— ANI_HindiNews (@AHindinews) July 20, 2024
वीडियो एमजी रोड से। pic.twitter.com/SQhEZ1H063
કલેક્ટરની સક્રિયતાથી માતા-પુત્રને બચાવાયા: પોરબંદર જિલ્લના રાણાવાવ તાલુકામાં ભારે વરસાદની આફત વચ્ચે ફસાયેલા માતા-પુત્રએ મધરાત્રે જિલ્લા કલેક્ટરનો સંપર્ક કર્યો હતો, તેમના દ્વારા મામલતદાર અને ચીફ ઓફિસરને જાણ કરાતા માતા પુત્રનું રેસ્ક્યુ કરી બંનેનો બચાવકરાયો હતો. રાણાવાવમાં રહેતા માતા-પુત્રેએ પોરબંદરના કલેક્ટર કે.ડી.લાખાણીનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે, મધ રાત્રે તેમના ઘરમાં પાણી ઘૂસી જતા તેઓ મુસીબતમાં મુકાયા છે. કલેક્ટરે માતા-પુત્રના રેસ્ક્યુ માટે તંત્રને સૂચના આપવામાં આવી હતી. મહિલા ફસાયા હોવા અંગેની જાણ કલેકટરે મામલતદાર અને ચીફ ઓફિસરને કરી હતી, જેથી ફાયર બ્રિગેડ વિભાગની ટીમને તાત્કાલિક સ્થળ ઉપર મોકલી આપી હતી, અને ફાયર બ્રિગેડ વિભાગની ટીમે વરસાદની આફતમાં ફસાયેલ માતા પુત્રનો જીવ બચાવ્યો હતો, તેમજ તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
બસ અને ટ્રેન સહિત વાહન વ્યવહારને અસર: પોરબંદરમાં ભારે વરસાદ જાણે તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. પોરબંદરના ધરમપુર ગામ પાસે આવેલ રેલવે ટ્રેકનું ધોવાણ થતાં રેલવે દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે .જિલ્લા માં 11 રૂટ પર 56 એસટી બસ રદ કરવામાં આવી છે અનેક રસ્તા બંધ હોવાથી આ એસ ટી વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે. જ્યારે સામાન્ય વાહનવ્યવહારને પણ અસર પહોંચી છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે .
પોરબંદર જિલ્લામાં ૫૫૪ લોકોનું સ્થળાંતર: પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે સલામતીના કારણોસર ૫૫૪ લોકોનું સ્થળાંતર મોડી રાત સુધીમાં કરવામાં આવ્યું હતું, વરસાદની આગાહી અને ઉપરવાસ માંથી આવી રહેલા પાણીના પગલે પોરબંદર શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે સલામતીના પગલાં કલેક્ટર કે.ડી લાખાણીના માર્ગદર્શનમાં લેવામાં આવ્યા છે.
પ્રાથમિક શાળા સહિતના શેલ્ટર હાઉસમાં સ્થળાંતરીત લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામા આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદી જુદી ટીમો બનાવી કામગીરી કરવામાં આવી છે.