અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની ઋતુ ધમાકેદાર રીતે ચાલી રહી છે. જૂન મહિના સુધીમાં તો ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અને સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. તો રહેવારીઓ જે કાળઝાળ ગરમીથી ત્રાસી ગયા હતા એ હાલ વાતાવરણમાં આવેલ ઠંડકની લહેરનો આનદ માણી રહ્યા છે. જો કે અમુક વિસ્તારોમાં તો પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
છેલ્લા 24 કલાકમાં વરસાદ: ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં થયેલ વરસાદના ડેટા બહાર પાડવામાં આવ્યા છે. જે અનુસાર ગુજરાતમાં મોરબીમાં સૌથી વધી વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહીસાગર જિલ્લાઓમાં વરસાદ પડ્યો જ નથી.
વરસાદની સરેરાશ ટકાવારી: આ દરમિયાન સંપૂર્ણ ગુજરાતના વરસાદની સરેરાશ ટકાવારી જોતા ખ્યાલ આવે છે કે, કચ્છમાં (9.8), છોટા ઉદેપુર (11.14), મોરબી (10.39), દ્વારકા (18.90), બોટાદ (10.46) જિલ્લાઓમાં મિલમીટર પ્રમાણે હમણાં સુધી સૌથી વધુ વરસાદ થયો છે. જે અનુસાર દ્વારકા એ પ્રથમ સ્થાને છે. જ્યારે અરવલ્લી (1.34), મહેસાણા (2.24), મહીસાગર (3.04), દાહોદ (3.18), બનાસકાંઠા (3.11) જિલ્લાઓમાં મિલમીટર પ્રમાણે હમણાં સુધી સૌથી ઓછો વરસાદ થયો છે.
માછીમારોને ચેતવણી: આ બધી પરિસ્થિતિ વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયાઈ વિસ્તારો માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. જે અનુસાર આવનાર પાંચ દિવસ માટે એટલે કે 27 જૂનથી 1 જુલાઇ સુધી માછીમારો માટે દરિયાઈ વિસ્તારમાં જવું મુશ્કેલી જનક છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન ચાલુ રહેશે: હવામાન વિભાગની માહિતી મુજબ, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત રાજ્યના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે જે સમગ્ર ગુજરાત રાજ્યને આવરી લે છે. જેને પરિણામે મધ્ય ગુજરાત અને પડોશમાં 4.5 કિમી સુધી વિસ્તરેલ ચક્રવાતનું પરિભ્રમણ સરેરાશ દરિયાની સપાટીથી દક્ષિણ તરફ ઉંચાઈ સાથે નમતું દેખાય છે. આથી મધ્ય ગુજરાતથી પશ્ચિમ બિહાર સુધી પૂર્વ રાજસ્થાન, ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં 0.9 કિમી સરેરાશ દરિયાઈ સપાટીથી ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન ચાલુ રહેશે.
માછીમારો માટે જોખમી સાબિત થઈ શકે: દરિયામાં થતી આ પરિસ્થિતિ માછીમારો માટે જોખમી સાબિત થઈ શકે છે. જેમાં ઉત્તર ગુજરાત દરિયાઈ વિસ્તારો જેવા જખૌ, માંડવી (કચ્છ), મુન્દ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો મૂળ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણ આ સાથે અન્ય દરિયાઈ વિસ્તારો અને ખુલ્લા દરિયાઈ વિસ્તારોમાં ચિંતા જનક પરિસ્થિતિ છે. આથી માછીમારોને પાંચ દિવસ માટે ઉપરોક્ત વિસ્તાર પર ન જવાની સલાહ આપવામાં આવી છે.
INCOIS હાઈ વેવ/સ્વેલ સર્જ એડવાઈઝરી:
- ગીર સોમનાથ, જૂનાગઢ (ઉત્તર અને દક્ષિણ) અને પોરબંદર અને દીવ દરિયાકિનારા માટે રેડ અલર્ટ
- અમરેલી અને દ્વારકાના દરિયાકાંઠે અને તેની બહાર ઓરેન્જ એલર્ટ
- ભરૂચ, સુરત અને ભાવનગરના દરિયાકાંઠે અને તેની બહાર સમુદ્ર વર્તમાન ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ