Rainfall Warning: Saurashtra & kutch on 22nd -24th July 2024
— India Meteorological Department (@Indiametdept) July 22, 2024
वर्षा की चेतावनी: 22-24 जुलाई 2024 को सौराष्ट्र और कच्छ में :#Saurashtra #kutch #weatherupdate #rainfallwarning @moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/ldWEVduVL0
અમદાવાદ: ગુજરાતમાં મેઘરજ માં મુકેને વરસી રહ્યા છે. ઠેર ઠેર ભારે વરસાદ વરસતા સમગ્ર રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ રહી છે. ભારે તેમજ અતિ ભારે વરસાદને પરિમાણે નદી, રસ્તાઓ જામ થઈ ગયા છે. જેને પરિણામે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
સાત જિલ્લાઓમાં રેડ એલર્ટ: આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલ અનુમાન અનુસાર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે એલર્ટ કરેલ વિસ્તારોમાં ભારે તેમજ અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાં વિભાગ અનુસાર આજરોજ એટલે કે 23 જુલાઇએ રાજ્યના સાત જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
8.05 ઇંચ વરસાદ થવાનું પૂર્વનુમાન: ભારતીય હવામાન વિભાગ દ્વારા 24 જુલાઇએ પણ રેડ એલર આપવામાં આવ્યું છે. જેમાં પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. રેડ એલર કરવામાં આવેલ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના સંદજ અનુસાર અત્યંત ભારે વરસાદ એટલે કે 204.5 મિલીમીટર (8.05) ઇંચ વરસાદ થવાનું પૂર્વનુમાન છે.