ગાંધીનગર: ગુજરાતમાં વિધિવિત ચોમાસું ક્યારનું બેસું ગયું છે, પરંતુ છેલ્લાં એક અઠવાડિયામાં જોઈએ એવો વરસાદ નોંધાયો નથી, હવે વરસાદને લઈને ફરી એક વાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. ગઈ કાલે એટલે કે તારીખ 16 જૂનના રોજ ભાવનગર, પોરબંદર, જુનાગઢ અને દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદ વરસ્યો હતો. આ સાથે ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં પણ વરસાદની શરૂઆત હવે થશે તેવી સંભાવના છે.
વાદળો દક્ષિણ ભાગ સુધી પહોંચ્યા: દક્ષિણ ભારત તરફ ચોમાસાની ઋતુ પુરજોરમાં ચાલી રહી છે. આથી પવન સાથે વાદળો હવે ઉત્તર તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ આ વાદળો હજુ સુધી માત્ર ગુજરાતનાં દક્ષિણ ભાગ સુધી જ પહોંચ્યા છે. આથી સૌથી પહેલા દક્ષિણ તરફ વરસાદનું જોર રહેશે અને ત્યારબાદ આગળ વધતાં વધતાં સંપૂર્ણ ગુજરાતમાં ચોમાસાની લહેર આવશે એવી સંભાવના કરવામાં આવી રહી છે.
મેઘગર્જનાની પણ ચેતવણી: આ સમયે ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા પૂર્વાનુમાન અનુસાર 17 જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા સિવાય તમામ જિલ્લાઓમાં છૂટછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે જ આ જિલ્લાઓમાં મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે.
ચોમાસાનું જોર માત્ર દક્ષિણથી પૂર્વ તરફ: જ્યારે 18 જૂનના રોજ વરસાદની સંભાવના વાળા જિલ્લાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી શકે છે. અને ચોમાસાનું જોર માત્ર દક્ષિણથી પૂર્વ તરફ હોય તેવું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. જોકે જેટલા જિલ્લાઓમાં વારસાની સંભાવના છે ત્યાં હવામાન વિભાગ દ્વારા મેઘ ગર્જનાની પણ ચેતવણી જાહેર કરી છે.
25 થી લઈને 50% સુધી વરસાદનું પૂર્વાનુમાન: હજુ સુધી માત્ર હળવા વરસાદની સંભાવના દર્શાવવામાં આવતી હતી, પરંતુ 19 જૂનના રોજ ગુજરાતનાં દક્ષિણ ભાગમાં ગાજવીજ સાથે 25 થી લઈને 50% સુધી વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. જેમાં દમણ, દાદરા નગર હવેલી, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, આનંદ, ખેડા, મહીસાગર જેવ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
25%થી ઓછો વરસાદ: જ્યારે જુનાગઢ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં હળવો 25%થી ઓછો વરસાદ થશે. પરંતુ આ તમામ જિલ્લાઓમાં મેઘ ગર્જનની ચેતવણી તો આપવામાં આવી જ છે. હવમાં વિઘગની માહિતી મુજબ વરસાદ મુખ્યત્વે સાંજે કે રાત્રિના સમયે થશે.
મહત્તમ તાપમાન 41 ડિગ્રી: હવામાન વિભાગ દ્વારા વરસાદની સંભાવના દર્શવાવામાં આવી રહી છે પરંતુ તેની સામે તાપમાનમાં કોઈ ઘટાડો જોવા નથી મળી રહ્યો. ગુજરાતમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ યથાવત રહેશે.