ETV Bharat / state

આલ્કોહૉલ ડિટેક્શન ડોગ ‘આદ્રેવ’ની મદદથી ગુજરાતનો સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ રાજકોટમાં નોંધાયો - FIRST PROHIBITION DOTATION BY DOG

- first Prohibition dotation by dog

આલ્કોહોલ ડિટેક્શન ડોગ
આલ્કોહોલ ડિટેક્શન ડોગ (Rajkot Police x- @CP_RajkotCity)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 31, 2024, 6:49 PM IST

ગાંધીનગરઃ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આલ્કોહોલ ડિટેક્શન માટે ગુજરાત પોલીસના સિનિયર ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ દ્વારા ‘આદ્રેવ’ને ખાસ તાલીમ અપાઈ છે. ગુજરાત પોલીસે રાજ્યમાં આલ્કોહૉલ ડિટેક્શન માટે એક ડોગને ખાસ તાલીમ આપીને બુટલેગરો દ્વારા યુક્તિપૂર્વક સંતાડેલા આલ્કોહોલને પકડવા માટે તૈયાર કર્યો છે. આ આલ્કોહૉલ ડિટેક્શન ડોગ ‘આદ્રેવ’ની મદદથી ગુજરાતનો સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ તાજેતરમાં રાજકોટમાં નોંધાયો છે.

નરોડામાં મળી ડોગને ટ્રેનિંગઃ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આલ્કોહોલ ડિટેક્શન માટે ગુજરાત પોલીસ હસ્તકની નરોડા સ્થિત ડોગ ટ્રેનિંગ સ્કૂલ ખાતે પોલીસના સિનિયર ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડ દ્વારા આદ્રેવને ખાસ તાલીમ આપવામાં આવી છે. 9 માસની તાલીમ પૂર્ણ કરીને પાસ થયેલા આદ્રેવે તાજેતરમાં રાજકોટની ઢેબર કોલોની ખાતે એક મકાનમાંથી દારૂ બનાવવા વપરતો ઠંડો આથો શોધી કાઢ્યો છે.

  • ૯ માસની તાલીમ પૂર્ણ કરીને પાસ થયેલા આદ્રેવે રાજકોટની ઢેબર કોલોની ખાતે એક મકાનમાંથી દારૂ બનાવવા વપરતો ઠંડો આથો શોધી કાઢ્યો
  • બુટલેગરો દ્વારા ઘર, ગાડી કે જમીનમાં ક્યાંય પણ સંતાડી રાખવામાં આવેલા આલ્કોહૉલને આ તાલીમબદ્ધ ડોગ શોધી લેશે
  • આલ્કોહોલ કે તેને સંલગ્ન કોઇ સામગ્રીની સુગંધ પરખતા જ ડોગ પગના પંજા મારીને કે બાર્કીંંગથી ડોગ હેન્ડલરને આલ્કૉહોલ અંગે સંકેત આપી દેશે

આ રીતે નોંધાયો પહેલો કેસઃ રાજકોટની ભક્તિનગર પોલીસે આદ્રેવને જ્યાં અગાઉ પ્રોહિબિશનના કેસો થયા હોય તેવા ઢેબર કોલોની મફતીયાપરા ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં એક મહિલાના ઘરમાંથી ઠંડો આથો શોધી આદ્રેવે તેના ડોગ હેન્ડલરને ઘરમાં સંતાડવામાં આવેલા સંદિગ્ધ મુદ્દામાલ અંગે સંકેત આપ્યો હતો. જેને આધારે આ મકાનમાંથી મુદ્દામાલ પકડી પાડી મહિલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નોંધનીય બાબત છે કે, ‘આદ્રેવ’ ડોગ એ પ્રથમ આલ્કોહોલ ડિટેક્શન ડોગ છે, જે બુટલેગરો દ્વારા ઘર, ગાડી કે જમીન સહિત કોઇપણ સ્થળે યુક્તિપૂર્વક ક્યાંય પણ સંતાડી રાખવામાં આવેલા આલ્કોહૉલને શોધી લેશે. આલ્કોહોલ કે તેને સંલગ્ન કોઇ સામગ્રીની સુગંધ પરખતા જ ડોગ પગના પંજા મારીને કે બાર્કીંંગથી ડોગ હેન્ડલરને આલ્કૉહોલ અંગે સંકેત આપી દેશે. ગુજરાત પોલીસ તેનો મહત્તમ ઉપયોગ કરશે.

  1. જૂનાગઢના કોટેચા પરિવારની અનોખી દિવાળી પૂજા, 40 વર્ષથી પુરુષો પુત્રવધુ-પુત્રીઓની આરતી ઉતારી પૂજા કરે છે
  2. મોદી આવ્યા તો સ્થાનીક ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે કરી નાખ્યા હેરાનઃ 'પ્રોટોકોલ તોડ્યો'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.