કચ્છ: નવરાત્રીના સમયમાં ખેલૈયા યુવતીઓ ડિઝાઇનર આઉટફીટ પહેરવાનું વધારે પસંદ કરતી હોય છે, ત્યારે 'ઘી યેલો બેલ્સ'ના કચ્છી કળા સાથેના ડિઝાઇનર ચણીયા ચોળી, મલ્ટી પેચવર્ક સ્કર્ટ, મીરર વર્ક બ્લાઉઝ, નાની છોકરીઓ માટે પણ સ્પેશિયલ ચણિયા ચોળી તેમજ વિવિધ ટ્રેડિશનલ કુર્તી તેમજ મેન્સ કુર્તાની વિવિધ ડિઝાઇન્સ તૈયાર કરવામાં આવી છે અને વિદેશમાં પણ આ ડિઝાઇનર આઉટફિટની માંગ રહેતી હોય છે.
150 થી 175 જેટલા કારીગરોને રોજગારી: આ બ્રાન્ડ છેલ્લા 5 વર્ષથી મોટા પાયે કાર્યરત છે. આ અગાઉ આ બ્રાન્ડના માલિક જુલિયેટ ઠકકર 20 વર્ષનો ફેશન ડિઝાઇનર તરીકેનો અનુભવ ધરાવે છે અને અગાઉ માત્ર એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા હતા અને ડિઝાઇનર આઉટફીટ વિદેશોમાં એક્સપર્ટ કરી રહ્યા હતા. ત્યારબાદ તેઓએ લોકડાઉન બાદ ધી યેલો બેલ્સ શરૂ કરી હતી અને આજે 150 થી 175 જેટલા કારીગરોને તેઓ રોજગારી આપી રહ્યા છે.
વિવિધ કસ્ટમાઈઝેશન તેમજ વિવિધ પેચ વર્ક દ્વારા ડિઝાઇનર આઉટ ફીટ: ધી યેલો બેલ્સ હોલસેલ અને રિટેલ એમ બંને રીતે ડિઝાઇનર આઉટ ફીટનો વેચાણ કરે છે. મુખ્યત્વે આ બ્રાન્ડ કચ્છી કળાઓને ઉજાગર કરે છે અને તેમાં વિવિધ કસ્ટમાઈઝેશન તેમજ વિવિધ પેચવર્ક દ્વારા ડિઝાઇનર આઉટ ફીટ બનાવે છે. જેમાં અજરખ કળા, બાંધણી કળા, બાટીક અને આભલાં વર્ક કરવામાં આવે છે તેમ કોટન અને મશરુંના કપડા પણ કલાકારીગરી કરવામાં આવે છે.
2000 થી 15000 રૂપિયા સુધીની ચણીયા ચોળી: અહીં નવરાત્રીના કલેકશનમાં કુર્તી, પ્લાઝો, કોર્ડ સેટ, ચણિયા ચોળી, સાડી, કીડ્સ વેર, મેન્સ વેર વગેરે મળી રહે છે.જેમાં મેન્સ વેર કુર્તા 1000 થી 1300 સુધીના ભાવમાં, ચિલ્ડ્રન વેર ચણીયા ચોળી 800 થી 1500 રૂપિયા સુધીના ભાવમાં તો ખેલૈયા યુવતીઓ માટે 2000 થી 15000 રૂપિયા સુધીની ચણીયા ચોળી મળી રહે છે. આ ઉપરાંત અહીંના ડિઝાઇનર દ્વારા લોકોની મનપસંદ વર્કના પેચ દ્વારા તેમજ અન્ય કસ્ટમાઈઝેશન પણ કરી દેવામાં આવે છે.
કચ્છી ચણીયા ચોળીની માંગ વધારે: ધી યેલો બેલ્સના નવરાત્રી કલેકશનમાં ડેનિમ જેકેટ, મીરર વર્ક બ્લાઉઝ, શ્રગ્સ, મશરુ શર્ટ, ચણીયા ચોળી, એસેસરીઝનો સમાવેશ થાય છે જે પૈકી કચ્છી કળાના ચણિયા ચોળી અને કુર્તાઓની ડિમાન્ડ વધારે રહેતી હોય છે, તો ખાસ કરીને એવા આઉટફીટ કે જે માત્ર એક તહેવાર પૂરતા નહીં પણ અલગ અલગ તહેવારોમાં પણ તેને પહેરી શકાય તેવા ડિઝાઇનર કપડા પર અહીં તૈયાર કરવામાં આવે છે.
4 મીટરથી 20 મીટર સુધીની ઘેર વાળા ચણીયા ડિઝાઇન: ધી યેલો બેલ્સ દ્વારા 4 મીટરથી 20 મીટર સુધીની ઘેર વાળા ચણીયા ડિઝાઇન કરવામાં આવે છે જે ગરબા રમતી વખતે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ઉપરાંત લંડન, ન્યુ યોર્ક, યુએસએ, કેનેડા, દુબઈ જેવા દેશોમાં કે જ્યાં ભારતીયો વધારે માત્રામાં રહે છે ત્યાં કચ્છી કળામાંથી બનાવેલ નવરાત્રિના પરંપરાગત વસ્ત્રો અને તેના કાપડની ગુણવત્તાના આધારે સારી માંગ રહેતી હોય છે. વિદેશમાં દોઢેક મહિના સુધી શનિવાર અને રવિવારના ગરબા જેવો માહોલ હોય છે.ધી યેલો બેલ્સ દ્વારા દર વર્ષે અંદાજિત 3500 થી 4000 જેટલા ચણીયા ચોળી, કેડિયા પર્સ, મેન્સવેર કુર્તા જેવા નવરાત્રીના વસ્ત્રોનું વેચાણ થઈ જતું હોય છે.
આ પણ વાંચો: