ETV Bharat / state

ગુજરાતના સાંસદો બોલકા થયા, સ્થાનિક મુદ્દાઓ દેશની નજરમાં આવ્યા - Parliament monsoon session - PARLIAMENT MONSOON SESSION

લોકસભા ચૂંટણી 2024 બાદ રચાયેલી મોદી 3.0 સરકારમાં ગુજરાતના સાંસદો લોકસભામાં બોલકા થયા છે. કોંગ્રેસે એક દસકા બાદ બનાસકાંઠાની એક બેઠક જીતી છે, જ્યારે ભાજપ પાસે 25 સાંસદ છે. ચોમાસુ સત્રમાં ગુજરાતના સાંસદોએ રાજ્યના અને પોતાના મતક્ષેત્રના કયા પ્રશ્નો ઉઠાવ્યા, જાણીએ...

ગુજરાતના સાંસદો બોલકા થયા
ગુજરાતના સાંસદો બોલકા થયા (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 8, 2024, 4:03 PM IST

અમદાવાદ : 2004 બાદ દેશની સંસદમાં ગુજરાતના સાંસદો બોલકા થયા છે. વિરોધ પક્ષના સાંસદો તો પ્રશ્નો ઉઠાવે છે, પણ ભાજપના સાંસદો પણ સ્થાનિક પ્રશ્નો ઉઠાવે છે, જે છેલ્લા એક દસકામાં ઓછી નોંધાયેલી ઘટના છે.

  • બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજરાતીમાં રજૂઆત કરી, ઉઠાવ્યા પ્રશ્નો

2024 લોકસભા ચૂંટણીમાં જે સાંસદની સૌથી વધુ ચર્ચા થાય છે, એ કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે સંસદમાં ગુજરાતી ભાષામાં પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ગેનીબેન ઠાકોરે તો બનાસકાંઠાના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહને મળીને પણ પોતાના મતક્ષેત્રના વિકાસ અંગે ચર્ચા કરી હતી. પોતાના બોલકા સ્વભાવથી જાણીતા ગેનીબને સંસદમાં બનાસકાંઠા સહિત રાજ્યના આંગણવાડી કાર્યકરો અને તેડાગરના પ્રશ્નો બાબતે ઝડપી નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી છે.

બનાસકાંઠા પશુપાલન આધારિત જિલ્લો છે, જે અન્વયે ગાયને રાષ્ટ્રીય માતાને દરજ્જો મળે એ મુદ્દે પણ વિગતવાર રજૂઆત ગેનીબેન ઠાકોરે કરી છે. સાથે રાજ્યના ઉત્તર ગુજરાતમાં વ્યાપેલા ચાંદીપુર વાયરસને નાથવા માટે પણ અભ્યાસપૂર્ણ રજૂઆત કરીને ગેનીબેને સંસદમાં પોતાની ઓળખ પ્રસ્થાપિત કરીને સક્રિય સાંસદની સાબિતી આપી છે.

  • શક્તિસિંહ ગોહિલે સંસદમાં પ્રશ્નો કરી સરકારને પડકાર ફેંક્યો

કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે પોતાના અભ્યાસપૂર્ણ રજૂઆતમાં નીટ પરીક્ષા પેપર લીક મામલો હોય કે, જર્મનીથી બાળકી અરિહાને તેના માતા-પિતાને સોંપવાનો મામલો હોય, દરેક મુદ્દે રજૂઆત કરીને સરકારને સત્વરે પગલાં ભરવા મજબૂર કર્યા છે.

  • પહેલીવારના સાંસદ ધવલ પટેલે દરિયા કિનારાના ધોવાણનો મુદ્દો ઉઠાવ્યા

લોકસભામાં વલસાડના સાંસદ ધવલ પટેલે જિલ્લાના દરિયા કિનારે સ્થિત વલસાડ, પારડી અને ધરમપુર તાલુકામાં ભરતીના સમયે થતા ધોવાણના પ્રશ્નો અભ્યાસપૂર્ણ રીતે રજૂ કર્યા, જેની નોંધ લેવી પડી છે. યુવા અને ઉપ દંડક તરીકે પસંદ થયેલા ધવલ પટેલે વલસાડ દરિયા કિનારે આવેલા 20 ગામોમાં દરિયાઈ ભરતી સામે રક્ષણ માટે 20 ગામોના સંરક્ષણ માટે પ્રોટેક્શન વોલ સત્વરે નિર્માણ કરવા માટે સરકારનું ધ્યાન ખેંચ્યું છે.

વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે થતું ધોવાણ મોટો મુદ્દો છે, પણ સંસદમાં કે સરકારમાં તેની સતત રજૂઆત અને ફોલોઅપ થતું ન હતું. ધવલ પટેલ દ્વારા પ્રોટેક્શન વોલનો મુદ્દો ઉઠાવતા સ્થાનિક સ્તરે થતા નુકસાન બાબતે કેન્દ્રના વિવિધ વિભાગ સહિત રાજ્ય સરકાર પણ સતર્ક બની સત્વરે કાર્યવાહી હાથ ધરશે એવું મનાય છે.

  • પાટણના રિપીટ સાંસદ ભરતસિંહ ડાભીએ પણ ટોલ ટેક્સનો મુદ્દો ઉઠાવ્યો

2024 લોકસભા ચૂંટણીમાં ભારે રસાકસી બાદ ચૂંટાયેલા ભાજપના ભરતસિંહ ડાભીની આ બીજી ટર્મ છે. પહેલી ટર્મમાં સંસદમાં તેઓએ માત્ર છ પ્રશ્ન ઉઠાવ્યા હતા. બીજી ટર્મના ચોમાસુ સત્રમાં પાટણ બેઠકથી વિજેતા થયેલા ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ કચ્છ-પાલનપુર નેશનલ હાઈવે પરના ત્રણ ટોલ ટેક્સ બંધ કરવા માટે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને માંગ કરી છે.

પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય મંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, 60 કિમીથી ઓછા અંતરમાં એકથી વધુ ટોલટેક્સ બુથ હોય તો એક બુથ બંધ કરવું, પણ હાલ કચ્છ-પાલનપુર નેશનલ હાઈવે પર આવા બુથ કાર્યરત છે. જેનાથી હજારો વાહનચાલકોને મોટી રકમનો ટેક્સ ચૂકવવો પડે છે. આ હાઇવે પરના ત્રણ પૈકી બે ટોલ ટેક્સ બંધ કરવાની પાટણ સાંસદ ભરતસિંહ ડાભીની માંગ છે.

  • દમણના સાંસદ ઉમેશ પટેલે પાકિસ્તાનની જેલથી માછીમારોને મુક્ત કરવા કરી રજૂઆત

ગુજરાત રાજ્ય વિસ્તારમાં આવેલા કેન્દ્રશાસિત સંઘ પ્રદેશ દમણના સાંસદ ઉમેશ પટેલે દમણ સહિત દેશના માછીમારોને પાકિસ્તાન પકડીને જેલમાં કેદ કરે છે એ મુદ્દે લોકસભામાં રજૂઆત કરી છે. પાકિસ્તાનની દરિયાઈ સીમામાં અજાણતા પ્રવેશતા માછીમારો સાથે પાકિસ્તાન મરીન અને પાકિસ્તાન સરકાર અમાનવીય વર્તાવ કરે છે. દમણ સાંસદે હાલ પાકિસ્તાનની વિવિધ જેલમાં સબડતા ભારતીય માછીમારોને સત્વરે છોડાવવા અંગે રજૂઆત કરી છે. સાથે જ અરબ સાગરમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સત્વરે નિયંત્રણ લાવવા માટે પણ રજૂઆત કરી છે.

  • ગુજરાતના સાંસદો બોલકા થયા, સ્થાનિક મુદ્દાઓ દેશની નજરમાં આવ્યા

હાલ ગુજરાતથી ચૂંટાયેલ લોકસભાના સાંસદોને સંસદમાં પોતાના મતક્ષેત્રના મૂળભૂત પ્રશ્નો ઉઠાવતા બોલકા થયાનો પુરાવો આપ્યો છે. સામાન્ય રીતે ગુજરાતના લોકસભાના સાંસદો ઓછા પ્રશ્નો પૂછવા અને ઓછી રજૂઆત માટે જાણીતા છે. પણ 2024 ની ચૂંટણી બાદ લોકસભામાં ચૂંટાયેલા સાંસદોએ પોતાના મતક્ષેત્રમાં પ્રશ્નો ઉઠાવી પોતે મતદારો માટે સક્રિય છે, એ છાપ તો હાલ કમ સે કમ પાડી છે.

સરકારની સામે વિપક્ષના કોઈ સાંસદ આક્રમક રીતે એ પ્રશ્ન હાઇજેક કરી ન જાય એ પણ ગણતરીએ લોકસભાના ગુજરાતના સાંસદો બોલકા થયા છે, જેનાથી અંતે તો ગુજરાતનું જ ભલું થશે. આશા છે બીજા સાંસદો પણ બોલકા સાંસદોની જેમ પોતાના મતક્ષેત્રના નાગરિકોને અસર કરતાં પ્રશ્નો બાબતે બોલકા થાય.

  1. લોકસભામાં ગેનીબેન ઠાકોરે ગુજરાતીમાં ઉઠાવ્યા આંગણવાડી બહેનોના પ્રશ્ન
  2. ગેનીબેન ઠાકોરે રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત, જાણો મુલાકાત પાછળનું કારણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.