ETV Bharat / state

મોરબીના પીડિત પરિવારની પરિસ્થિતિની જાત તપાસ અહેવાલ રજૂ કરો: ગુજરાત હાઇકોર્ટનું ફરમાન - morbi hanging bridge mishap - MORBI HANGING BRIDGE MISHAP

30, ઓકટોબર - 2022માં મોરબી ખાતે મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તુટવાથી 141 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. હાલ મોરબી ઝુલતો બ્રિજ દુર્ઘટનાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ મામલે દાખલ કરેલ જાહેર હિતની રીટ સુનાવણી દરમિયાન પીડિત પરિવારોને તેમના નિવાસસ્થાને જઈ સાચી પરિસ્થિતિ જાણી અહેવાલ તૈયાર કરવા ફરમાન કર્યું છે. શું છે સમગ્ર મામલો જાણીએ...elf investigation report of morbi hanging bridge incident

મોરબીના પીડિત પરિવારની પરિસ્થિતિની જાત તપાસ અહેવાલ રજૂ કરો
મોરબીના પીડિત પરિવારની પરિસ્થિતિની જાત તપાસ અહેવાલ રજૂ કરો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 25, 2024, 12:52 PM IST

Updated : Jul 25, 2024, 3:26 PM IST

અમદાવાદ: આક્ટોબર - 2024માં મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનાને બે વર્ષ સંપન્ન થશે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો જાહેરહિતની રિટ દાખલ કરી હતી. 24, જુલાઈ - 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેંચે રીટ સુનવણી દરમિયાન દુર્ઘટનાના પીડિત પરિવારોની સાચી સ્થિતિ જાણવા માટે તેમના નિવાસસ્થાને જઈ સ્વતંત્ર અને નિપક્ષ તપાસ માટે એડવોકેટ એશ્વર્યા ગુપ્તાની નિમણૂંક કરી છે. સાથે તેઓએ ફરમાનમાં રાજ્યના વિવિધ બ્રિજના ઇન્સ્પેકશન માટે પણ અહેવાલ રજૂ કરવા કહ્યું છે. એડવોકેટ એશ્વર્યા ગુપ્તા હાઈકોર્ટના પ્રતિનિધિ તરીકે કામ કરી પોતાનો અહેવાલ તૈયાર કરશે.

મોરબી ઝુલતો પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટનું કડક વલણ
મોરબી ઝુલતો પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટનું કડક વલણ (Etv Bharat Gujarat)

પીડિત પરિવારોની જાત તપાસ કેમ કરાશે ? ગુજરાત હાઈકોર્ટે મોરબી દુર્ઘટના જાહેરહિત રીટની સુનાવણી દરમિયાન ફરમાન આપતા કહ્યું કે, આ જાત તપાસ અહેવાલ તૈયાર કરવામાં કોર્ટ સહાયક તરીકે વરુણ પટેલ રહેશે. જે પણ એડવોકેટ એશ્વર્યા ગુપ્તા સાથે પીડિત પરિવારોની મુલાકાતે જશે. આ કેસમાં જાત તપાસ માટે 141 મૃતકોના પીડિત પરિવારોને એક જ સ્થળે બોલાવવાના બદલે તેમના નિવાસસ્થાને મળી તેમની સાચી સ્થિતિ જાણવી અને તેમની શું આવશ્યકતા છે એ જાણીને અહેવાલ તૈયાર કરવામાં આવશે.

30 ઓકટોબર 2022માં મોરબીમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તુટવાથી 141 લોકોના થયાં હતાં મૃત્યુ
30 ઓકટોબર 2022માં મોરબીમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તુટવાથી 141 લોકોના થયાં હતાં મૃત્યુ (Etv Bharat Gujarat)

ગુજરાત હાઈકોર્ટમાં સરકારે રજૂ કર્યો દુર્ઘટના અંગે એક્શન ટેકન રિપોર્ટ:

ગુજરાત હાઈકોર્ટે મોરબી ઝુલતા પુલ દુર્ધટનામાં એકશન ટેકન રિપોર્ટ ગત સુનવણીમાં રજૂ ન કરતા નારાજગી વ્યક્ત કરી હતી. અલબત મંગળવારની રીટ સુનવણીમાં સરકાર તરફથી એકશન ટેકન રિપોર્ટ રજૂ કરાયો હતો. સરકારના એકશન ટેકન રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પીડિત પરિવારોની દેખરેખ માટે એક ટ્રસ્ટનું નિર્માણ થયું છે. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નિયમિત સમય બાદ પીડિત પરિવારોને મળતા રહેવું અને પીડિત પરિવારોની બેંકખાતા મારફતે કોપર્સ ફંડ રચવા અંગેની વિગતો એક્શન ટેકન રિપોર્ટમાં દર્શાવેલ છે.

હાલ મોરબી પુલની દેખરેખ અને નિયમનનું કામ કરતી ઓરેવા ગ્રુપ કંપનીના એમડી જયસુખ પટેલ સામે ક્રિમીનલ પ્રોસીક્યુશન ચાલુ છે. મોરબી નગરપાલિકાને પણ દુર્ઘટના બાદ સુપરસીડ કરવામાં આવી છે, સાથે તેના ચીફ ઓફિસર સામે કાયદેસર કાર્યવાહીની પ્રક્રિયા ચાલુ છે.

અમને ઝડપથી ન્યાય મળવો જોઈએ. આ જાત તપાસથી નક્કર પગલાં લેવા જોઈએ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા થયેલ જાત તપાસનું ફરમાન પીડિત પરિવારોના હિતમાં છે. આ તપાસ દ્વારા અમને ઝડપથી ન્યાય મળવો જોઈએ....નરેન્દ્ર પરમાર (પીડિત પરિવારના સભ્ય)

  1. ગુજરાત હાઈકોર્ટની ઓરેવા ગ્રુપને ટકોર - જે પરિવારોએ કમાતા સભ્ય ગુમાવ્યા છે તેમને નોકરી અથવા માસિક સહાય આપો - MORBI BRIDGE COLLAPSE

Last Updated : Jul 25, 2024, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.