અમદાવાદ: ટ્રાફિકની સમસ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી છે. આજે પણ અમદાવાદ સહિત મહાનગરોની વ્યવસ્થા અંગેની સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં થઈ હતી. જેમાં હિયરિંગ દરમિયાન ગુજરાત હાઇકોર્ટે વધુ એક વખત રાજ્ય સરકારને હેલ્મેટ પહેરવાના નિયમને સખત રીતે પાલન કરાવવા આદેશ આપ્યો છે અને જણાવ્યું છે કે, જે કોઈ વ્યક્તિ હેલ્મેટ પહેરતા ન હોય તેઓને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવા નિર્ણય લેવો જોઈએ.
તહેવારોમાં નિયમ હળવા કરવા મામલે કોર્ટની ટકોરઃ ટ્રાફિક અંગેની જાહેરાતની અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારને કહ્યું કે, 'અગાઉ પણ આદેશ આપવામાં આવ્યા હતા છતાં પણ હજુ સુધી હેલ્મેટ ફરજિયાતના નિયમનો પાલન થતું નથી અને કોઈ હેલ્મેટ પહેરતું નથી દેખાતું. નવરાત્રિના દિવસો નજીક આવી રહ્યા છે એટલે એવા અહેવાલો આવશે કે આ તહેવારો દરમિયાન હેલ્મેટ પહેરવાના નિયમો હળવા બનાવવા જોઈએ. પરંતુ આ સમયે જ સૌથી મોટા અકસ્માતો થાય છે.'
'નહિતર કાયદાનો અમલ થશે નહીં': આ અંગેની હીયરિંગ દરમિયાન હાઇકોર્ટે વધુમાં કહ્યું કે, 'હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ ઝુંબેશ શરૂ કરવી જોઈએ અને જે કોઈ ત્રણ વખત હેલ્મેટ પહેર્યા વગર ઝડપાય તો તેનું લાઇસન્સ સસ્પેન્ડ કરવાની પણ સરકારે તૈયારી રાખવી જોઈએ. નહિતર આ કાનૂનનું કોઈ અમલ થશે નહીં. આજના લોકો દંડના રૂપિયા ભરવા તૈયાર થઈ જાય છે પરંતુ નિયમનો અમલ કરતા નથી. લોકો રોજે ખુશીથી નિયમનો દુરુપયોગ કરે છે, નિયમ ભંગ કરે છે. નવરાત્રિ પહેલા હેલ્મેટનું પાલન સખત રીતે થવું જોઈએ.
નોંધનીય છે કે, ગુજરાત હાઇકોર્ટ ટુ વ્હીલરમાં પાછળની સીટ પર બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ અમદાવાદ શહેરમાં હજી સુધી તેનો અમલ થયો નથી. આથી હાઇકોર્ટે નવરાત્રીના સમયમાં હેલ્મેટ પહેરવાનો નિયમનો કડકાયથી પાલન થાય એવાં હુકમ કર્યું છે.
આ પણ વાંચો: