ETV Bharat / state

ફ્લેગ મીટર મામલે રીક્ષા યુનિયનનો હાઈકોર્ટમાં પડકાર, 20 જાન્યુઆરીએ સુનવણી થશે - AUTO RICKSHAW UNION WRIT

ઓટો રીક્ષામાં ફ્લેગ મીટર લગાવવાના નિર્ણયને રીક્ષા યુનિયનોએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો. જેને લઈને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો. જેની 20 જાન્યુઆરીના રોજ સુનવણી કરવામાં આવશે.

ઓટો રીક્ષામાં ફ્લેગ મીટર લગાવવાના નિર્ણય પર 20 જાન્યુઆરીના રોજ સુુનવણી
ઓટો રીક્ષામાં ફ્લેગ મીટર લગાવવાના નિર્ણય પર 20 જાન્યુઆરીના રોજ સુુનવણી (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2025, 7:15 AM IST

અમદાવાદ: અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કે, 1 જાન્યુઆરી 2025 થી ઓટો રીક્ષામાં ફ્લેગ મીટર લગાવવાનું ફરજિયાત રહેશે. આ મામલે અમદાવાદ અને વડોદરા શહેરના ઓટો રીક્ષા યુનિયન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક રિટ પીટીશન દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં રાજ્યમાં ઓટો રિક્ષામાં લગાવવામાં આવતા ફ્લેટ મીટરને ન લગાડતા કરવામાં આવતા દંડ અને રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ રિટમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કરવાનો સમય માંગ્યો હતો. ત્યારે હવે આ કેસની વધુ સુનાવણી 20 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

પોલીસનો નિર્ણય ભેદભાવ પૂર્ણ: આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી રજૂઆત કરવામાં આવી હતી કે, પોલીસનો આ નિર્ણય ભેદભાવ પૂર્ણ છે. આ ભારતના બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે અને ફક્ત રીક્ષા ચાલકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. બીજા કોમર્શિયલ પેસેન્જર વાહનોને શા માટે નોટિફિકેશનમાં મીટર લગાવવાથી બાકાત રાખવામાં આવ્યા છે. પૈસા પડાવવા માટે રીક્ષાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. કેબ ટેક્સી માટે આવી કોઈ જોગવાઈ કરવામાં આવતી નથી.

નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર: ઉલ્લેખનીય છે કે, રીક્ષા ડ્રાઇવર એસોસિએશન દ્વારા મીટર અંગે લેવામાં આવેલા નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ પિટિશનમાં જણાવવામાં આવ્યું છે કે, કિલોમીટરનું અંતર માપવા માટે માત્ર રિક્ષામાં જ અલગ મીટર કેમ લગાવેલું હોવું જોઈએ? ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ટેક્સી, મેક્સી કે બસ અને ભારે વાહનો સહિત તમામ પરમીટ ધરાવતા વાહનો અને લક્ઝરી વાહનો માટે પણ કિલોમીટરનું અંતર માપવા માટે અલગ મીટર હોવું જોઈએ.

ફ્લેગ મીટર ન લગાવનારને દંડ: ઉલ્લેખનીય છે કે, મીટર લગાવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર સુધીની હતી અને 1 જાન્યુઆરીથી મીટર લગાવવું ફરજિયાત થઈ ગયું છે. ત્યારે જાગૃત ઓટોરિક્ષા ડ્રાઇવર્સ એસોસિએશન, નવયુગ ઓટો ડ્રાઈવર્સ વેલફેર એસોસિએશન અમદાવાદ અને વડોદરા શહેર અને જિલ્લા રીક્ષા ડ્રાઇવર એસોસિએશન નામના 3 ઓટો રિક્ષા ડ્રાઇવર એસોસિએશન ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે અને રીટ પિટિશન દાખલ કરી છે. પિટિશનમાં ફ્લેગ મીટર લગાવવામાં નિષ્ફળ રહેલા ઓટો રિક્ષા ડ્રાઇવરને દંડ ફટકારવાના નિર્ણયને પડકારવામાં આવ્યા છે.

ઓલા, ઉબેરમાં મીટરનો ઉપયોગ નથી થતો: આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ઓલા ,ઉબેર ,રેપીડો અને અન્ય આ જ પ્રકારની સેવા આપતી કંપનીઓ દ્વારા પણ મીટરનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેમની વિરુદ્ધ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરંતુ ફક્ત રીક્ષા છે, આ લોકો ઉપર આ કાયદાની અમલવારી અને દંડ ભરવાનું રહેશે. જે રાજ્ય સરકારની ભેદભાવ ભરી નીતિ દર્શાવે છે.

તોલમાપ વિભાગ દ્વારા ફ્લેગ મીટરની ચકાસણી: આ મામલે અરજદારે અરજીમાં જણાવ્યું કે, તોલમાપ વિભાગની માહિતી મુજબ તોલમાપ વિભાગ દ્વારા ફક્ત ઓટો રીક્ષાના જ ફ્લેગ મીટરની ચકાસણી કરવામાં આવતી હોય છે. આ પ્રકારનો નિયમ ફક્ત ઓટો રિક્ષા ચાલક ઉપર જ લાગુ કરવામાં આવેલો છે, તેમજ ખાનગી સેવા કંપનીઓ દ્વારા પણ મીટરનો ઉપયોગ કરવામાં આવતો નથી. જે પણ કાયદાનો ઉલ્લંઘન છે, તો તેઓ સામે ફરિયાદ કરતા પણ કોઈ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી નથી. આ મામલે 20 મી જાન્યુઆરી સુધી સરકાર અરજદારોની અરજી ઉપર કોર્ટમાં જવાબ રજૂ કરશે.

આ પણ વાંચો:

  1. પોલીસ ભરતી મુદ્દે હાઇકોર્ટનો સરકારને આદેશ, કહ્યું 'પોલીસ ભરતી માટે રિક્રુટમેન્ટ કેલેન્ડર બનાવો' - hc on police bharti
  2. Gujarat High Court: પુખ્ત વયના બંને પાત્રોએ સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા હોય તો તેને દુષ્કર્મ કહેવાય નહીં - ગુજરાત હાઇકોર્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.