ગાંધીનગર: વિધાનસભાના ચોમાસુ સત્રનો બીજો દિવસ તોફાની રહ્યો હતો. કોંગ્રેસના તમામ સભ્યો એક દિવસ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સત્રની શરૂઆતની પ્રથમ મિનિટથી 21 મિનિટ સુધી ગૃહમાં માથાકુટ ચાલી હતી. વિપક્ષના પ્રશ્નો ગૃહમાં દાખલ ન થતા હોવાની માંગ સાથે માથાકુટ શરૂ થઈ હતી.
કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. વિપક્ષના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવા માટે સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં દરખાસ્ત મૂકી હતી. વિધાનસભાના નિયમોના નિયમ 52 પ્રમાણે આજના દિવસ પૂરતું કોંગ્રેસના સભ્યોને નિલંબિત કરવા દરખાસ્ત કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દરખાસ્તને ટેકો આપ્યો હતો. અધ્યક્ષે દરખાસ્તને મત માટે ગૃહમાં મૂકી હતી. બહુમતી સભ્યોએ કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવા માટે મત આપ્યો હતો. દરખાસ્ત બાદ બહુમતીને આધારે વિધાનસભા અધ્યક્ષનો નિર્ણય કર્યા છે.
પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના કેટલાક પ્રશ્નો વિધાનસભા અધ્યક્ષ સામેલ કર્યા હતા. પરંતુ સંબંધિત વિભાગના મંત્રીએ આ પ્રશ્નો કાઢી નાખતા કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં પ્લે કાર્ડ બતાવ્યા હતા. તેથી કોંગ્રેસના સભ્યોને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસના સભ્યો દ્વારા નિયમ અનુસાર સવાલ પૂછવામાં આવ્યા હતા. અધ્યક્ષ છે અમારા સવાલ મંજૂર કર્યા હતા. અધ્યક્ષ દ્વારા મંજૂર કરવામાં આવેલા સવાલ મંત્રીઓએ ઉડાવી દીધા હતા. વિપક્ષના સવાલનો મંત્રીઓએ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. અધ્યક્ષ કચેરીમાં પ્રશ્ન લખાય અને મંત્રી જવાબ આપવાની ના પાડે છે. પ્રજાની પીડા વિપક્ષ રજૂ ના કરે તે માટે પ્રયાસો કરી રહ્યા છે. વિપક્ષના mla બોલવાની તક આપતા નથી. લોકશાહી મંદિરમાં સરકાર લોકશાહી હત્યા કરી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભાજપના સાધનામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એટલે સરકાર સવાલથી ભાગી રહી છે. કોંગ્રેસ ધારાસભ્યોએ પ્રજાના પ્રશ્નો પૂછ્યા હતા. રાજકોટનો અગ્નિકાંડ, ફોરેસ્ટ ભરતી પરીક્ષાના કૌભાંડ, નકલી કચેરીઓના કૌભાંડ હોય, ભુમાફિયા બેફામ થયા હોય, ખેડૂતોના પ્રશ્ન, ભરતી પ્રક્રિયાના પ્રશ્ન સહિતના અનેક પ્રશ્નોથી ગુજરાતની જનતા પરેશાન છે. આ પ્રશ્નોને વાચા મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા જે ટૂંકી મુદતના પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તે પૈકી મોટાભાગના પ્રશ્નો રદ કરી દેવામાં આવ્યા છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા કેવડિયામાં આદિવાસી યુવાનની હત્યાનો પ્રશ્ન હોય, રાજકોટ અગ્નિકાંડનો પ્રશ્ન હોય, સરસ્વતી સાધના યોજનામાં સાયકલની ખરીદીનું કૌભાંડ, ડ્રગ્સ વગેરે મુદ્દે અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્ન પર વિધાનસભામાં ચર્ચા થાય અને તેની હકીકતો રજૂ થાય તે માટે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ટૂંકી મુદતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ટૂંકી મુદતના મોટાભાગના પ્રશ્નોના જવાબ આપવામાં મંત્રીઓ સહમત થયા નથી. તેથી આ પ્રશ્ન ચર્ચામાં ન આવે તેવો પ્રયત્ન થઈ રહ્યો છે.
કોંગ્રેસ દ્વારા 10 દિવસના સત્રની માંગ કરી હતી. અગાઉ સત્ર 21 દિવસ પહેલા જાહેરાત કરવાની વાત કરી હતી. બાદમાં થોડા દિવસ પહેલા જ સત્ર જાહેરાત કરી છે. દરેક સભ્ય ત્રણ પ્રશ્ન પૂછવાનો સમય હોય છે.Conclusion:ભાજપની વાહવાહી કરતા ભાજપના ધારાસભ્યોના પ્રશ્નો લેવાય છે. 20 વર્ષથી સરકાર ભાજપની છે. રાજ્યમાં તમામ સ્તરે ગેર વહીવટ ચાલે છે. ચોર જ કોટવાળને દન્ડે છે તેવી સ્થતિ છે. દાહોદ જિલ્લામાં હવે કલેક્ટરના નકલી સહી વાળા ઓર્ડર પણ મળ્યા છે. કરોડો રૂપિયાની જમીનમાં કલેકટરને નકલી ઓર્ડર થયા છે. ભાજપના મળતિયા જ બહાર જ આવે છે. જે કોંગ્રેસ પ્રશ્નો પૂછ્યા તે ના જ બેનરો ગૃહમાંબતાવાયા હતા. આ પ્રશ્નો બાકાત કર્યા છે. પ્રશ્નો ના પૂછવા દઈને લોકશાહી હત્યા કરી છે.