ETV Bharat / state

Patan Exam: બેસ્ટ ઓફ લક, આજથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા, પાટણ જિલ્લામાં 30,573 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે - Gujarat Education board

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતી કાલ એટલે કે 11 માર્ચથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને લઈ પાટણ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

આવતીકાલથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા
આવતીકાલથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 10, 2024, 8:19 PM IST

Updated : Mar 11, 2024, 8:49 AM IST

આવતીકાલથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા

પાટણ: આવતી કાલ એટલે કે 11 માર્ચથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને લઈ પાટણ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ વર્ષે પાટણ જિલ્લામાં કુલ 30,573 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા આપશે . જેના માટે 39 કેન્દ્રો પર 109 બિલ્ડિંગમાં 1094 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. તો બીજી તરફ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધોરણ 10 અને 12 મા 4675 વિદ્યાર્થીઓની ઘટ જોવા મળી છે.

પાટણ જિલ્લામાં 18,494 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. જેના માટે પાટણ અને હારિજ એમ બે ઝોનની રચના કરવામાં આવી છે . પાટણમાં 12 કેન્દ્રો પર 36 બિલ્ડિંગમાં 380 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે હારીજ ઝોનમા હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુરના 10 પરીક્ષા કેન્દ્રો પર 31 બિલ્ડિંગમાં 275 બ્લોકની કરવામાં આવી છે. જેમાં 7,803 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા 13 કેન્દ્રોના 32 બિલ્ડિંગના 335 બ્લોકમા 10026 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે . જ્યારે વિજ્ઞાન પ્રવાહના 2053 વિદ્યાર્થીઓ 4 કેન્દ્રોના 10 બિલ્ડિંગના 104 બ્લોકમાં પરીક્ષા આપશે.'

  • પાટણમાં કુલ 30,573 વિદ્યાર્થીઓ ધો.10 અને 12ની પરીક્ષા આપશે
  • પાટણ જિલ્લામાં 39 પરીક્ષા કેન્દ્રના 109 બિલ્ડિંગમાં યોજાશે પરીક્ષા
  • ધોરણ 10ની પરીક્ષા પાટણ અને હારીજ બે ઝોનમાં યોજાશે
  • તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા

પાટણ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, પરીક્ષા ના તમામ કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત ત્રણ ઝોનના ઝોનલ અધિકારીઓ તમામ બિલ્ડીંગ ઉપર સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની નિમણૂક કરાઇ છે આ તમામ ને પરીક્ષાલક્ષી માહિતીની તાલીમ આપવામાં આવી છે . વિદ્યાર્થીઓ મુક્ત મને પરીક્ષા આપી શકે તે પ્રકારે ની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરાઈ છે

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે યોજાનારી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ધોરણ 10માં 2006 વિદ્યાર્થીઓ ઘટયા છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2461 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 148 વિદ્યાર્થીઓ ઘટયા છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.

  1. અમદાવાદ ગ્રામ્ય DEOનો નવતર પ્રયોગ, વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓનું સારી રીતે રિવિઝન કરી શકે તે માટે શરૂ કરાયો પ્રોજેક્ટ
  2. Gandhinagar Youth Parliament: મહાત્મા મંદિર ખાતે યુથ પાર્લામેન્ટ યોજાઇ, 550 વિદ્યાર્થીઓ એક દિવસ માટે સાસંદ બન્યા

Last Updated : Mar 11, 2024, 8:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.