મહેસાણા: મહેસાણાના વિજાપુરમાં પેટા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે આજે પોતાનો ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. દિનેશ પટેલે પોતાના વતન વિજાપુરના ફુદેડા ગામથી કાર રેલી યોજને અલગ અલગ ગામોમાં થઈને વિજાપુરમાં કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે સભા યોજી હતી. સભા બાદ દિનેશ પટેલે સમર્થકો સાથે પગપાળા મામલતદાર કચેરી પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ફોર્મ ભર્યું હતું.
ક્ષત્રિય આગેવાનો અને યુવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા: મહેસાણાના વિજાપુરની પેટા વિધાનસભા ચુંટણી માં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે આજે ફોર્મ ભર્યું હતું. ભાજપના ઉમેદવાર સી જે ચાવડા vs કોંગ્રેસના દિનેશ પટેલ વચ્ચે હવે ચુંટણી જંગ જામ્યો છે. દિનેશ પટેલના સમર્થનમાં વિજાપુરમાં રેલી અને સભા બાદ પગપાળા મામલતદાર કચેરી પહોંચી દિનેશ પટેલે 12.39 કલાકે દિનેશ પટેલે ફોર્મ ભર્યું હતું. દિનેશ પટેલના સમર્થનમાં યોજાયેલી સભામાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ ભરતી મેળો જોવા મળ્યો હતો. સભામાં રૂપાલાના નિવેદનથી નારાજ ક્ષત્રિય આગેવાનો અને યુવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. અને વિજાપુર પેટા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો હતો.