ETV Bharat / state

બાર કાઉન્સિલે જાહેર કર્યો ચૂંટણી કાર્યક્રમ, ગુજરાતના તમામ 275 વકીલ મંડળોની ચૂંટણી 20 ડિસેમ્બરે યોજાશે

રાજ્યના તમામ 275 વકીલ મંડળોની ચૂંટણી 20 ડિસેમ્બરે યોજાશે. આ સંદર્ભે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

તમામ 275 વકીલ મંડળોની ચૂંટણી 20 ડિસેમ્બરે યોજાશે
તમામ 275 વકીલ મંડળોની ચૂંટણી 20 ડિસેમ્બરે યોજાશે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

અમદાવાદ: ગુજરાતમાં બાર એસોસિએશનની ચૂંટણી માટે કવાયત શરૂ થઈ ગઈ છે અને ગુજરાત રાજ્યના તમામ 275 વકીલ મંડળોની ચૂંટણી 20 ડિસેમ્બરે યોજાશે. આ સંદર્ભે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત રાજ્યમાં થનારી વિવિધ વકીલ મંડળોની ચૂંટણીને લઇ બાર કાઉન્સિલ દ્વારા ચૂંટણી કમિટીની પણ રચના કરવામાં આવી છે. ઉપરાંત આગામી દિવસોમાં બાર એસોસિએશન દ્વારા ચૂંટણીને લઇ રિટર્નિંગ ઓફિસરની પણ નિયુક્તિની પ્રક્રિયા અપનાવવામાં આવશે. અને અંતે 20 ડિસેમ્બર 2024 ના દિવસે એક સાથે ગુજરાતના તમામ 275 વકીલ મંડળોની ચૂંટણી કરવામાં આવશે.

બાર એસોસિએશનને જાહેરનામું બહાર પાડવાનું રહેશે: વકીલ મંડળોની ચૂંટણી મુદ્દે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે.જે. પટેલે જણાવ્યું હતું કે, 12 કાઉન્સિલ ઓફ ગુજરાત એસોસિએશન્સ 2015 મુજબ, તમામ એસોસિએશનની ચૂંટણી ડિસેમ્બર માસના ત્રીજા સપ્તાહમાં યોજવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતના 275 વકીલ મંડળોના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, હજાનચી, લાઇબ્રેરી સેક્રેટરી, મહિલા પ્રતિનિધિ અને કારોબારી સભ્યોની બીજી ડિસેમ્બર 2024 ના દિવસે ચૂંટણી યોજાશે. આ અંગે બાર એસોસિએશનને જાહેરનામું બહાર પાડવાનું રહેશે. ઉપરાંત આ ચૂંટણી માટે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રને ભરી દેવાનું રહેશે. ત્યાર પછી 12 ડિસેમ્બર સુધીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. આ દરમિયાન ઉમેદવારો ફોર્મ પાછો ખેંચી શકશે, ત્યારબાદ ચૂંટણી પ્રચાર માટે વકીલોને સમય આપવામાં આવશે.

'વન બાર વન વોટ' નિયમ: અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલ 1.30 લાખથી વધુ ધારાશાસ્ત્રીઓ નોંધાયેલા છે. તો આ વખતે વધુ ત્રણ નવા બાર એસોસિએશન ચૂંટણીમાં ઉમેરાયા છે. આ ચૂંટણીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા જિલ્લા બાર એસોસિએશનમાં ફરજિયાતપણે એક મહિલા પ્રતિનિધિની ચૂંટણી યોજવાનું રહેશે. તથા 12 એસોસિએશન ઓફ ગુજરાત 2015 ના નિયમો મુજબ 'વન બાર વન વોટ' નિયમો મુજબ કોઈપણ વકીલ કોઈપણ એક જ એસોસિએશનમાંથી મતદાન કરી શકશે. એટલે કોઈ વકીલ ભલે એકથી વધુ બાર એસોસિએશનનો મેમ્બર હોય, પરંતુ તે કોઈપણ એક બાર એસોસિએશનમાંથી જ વોટીંગ કરી શકશે.

અહીં કરી શકો છો ફરિયાદ: આ સિવાય ગુજરાત રાજ્યના વકીલ મંડળોની ચૂંટણીમાં ગેરરીતિની કોઈપણ પ્રકારની ફરિયાદ ઊભી થાય તો તેની સુનાવણી માટે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા 12 એસોસિએશન ઓફ ગુજરાત નિયમ 2015 ની રૂલ નંબર 49 હેઠળ ચેરમેન જે.જે. પટેલના અધ્યક્ષ સ્થાને ઇલેક્શન કમિટીની રચના કરી શકાય છે અને પરિણામના 10 દિવસમાં ઇલેક્શન કમિટી સમક્ષ ફરિયાદ કરી શકાય છે. જો મતદાનના દિવસે જ કોઈ ગડબડી કે અન્ય ફરિયાદ ઊભી થાય તો એ સ્થળ પર ચૂંટણી અધિકારીને પોતાની ફરિયાદ કરી શકાશે.

આ પણ વાંચો:

  1. અમરેલીમાં 5 ચોપડી ભણેલા ખેડૂતની કમાલ, પ્રાકૃતિક ખેતીથી આ રીતે 12 હજારના ખર્ચની સામે મેળવે છે 80 હજારનું ઉપ્તાદન
  2. જૂનાગઢની મુક્તિ માટે લડત લડનારા લડવૈયાઓ માટે મુક્તિ સ્તંભ સ્થાપનની સરકાર સમક્ષ માંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.