ETV Bharat / state

મહારાષ્ટ્રના ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઇને ગુજરાતમાં રાજકારણ, AAP નેતાએ ખેડૂતો-મહિલાઓ માટે શું માંગ કરી? - AAP LEADER RAJU KARPADA

મહારાષ્ટ્રનાં ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, ચૂંટણી ઢંઢેરાને લઇને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ સરકાર પર પ્રહારો કર્યા છે.

મહારાષ્ટ્રના ભાજપના ઢંઢેરાને લઇને ગુજરાતમાં AAP નેતાએ માંગ કરી
મહારાષ્ટ્રના ભાજપના ઢંઢેરાને લઇને ગુજરાતમાં AAP નેતાએ માંગ કરી (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2024, 4:00 PM IST

સુરેન્દ્રનગર: મહારાષ્ટ્રનાં ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, ત્યારે મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાના સંકલ્પ પત્રમાં ભાજપ દ્વારા જો ભાજપની સરકાર બનશે. તો બહેનોને દર મહિને 2100 રૂપિયા આપવાની જાહેરાત થઈ હતી તેની સાથે જ ખેડૂતોના દેવા માફી માટે પણ જાહેરાત કરવામાં આવી હતી અને હાલ ભાજપ સરકાર મહારાષ્ટ્રમાં દર મહિને બહેનોને 1500 રૂપિયા ચૂકવી રહી છે, મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર દર મહિને બહેનોને 1250 રૂપિયા ચૂકવી રહી છે. AAPના નેતાએ હવે ગુજરાતમાં પણ મહારાષ્ટ્રના સંકલ્પ પત્રની માફક ખેડૂતો અને મહિલાઓ માટે આ પ્રકારની સહાયની માંગ કરી છે.

ઘરના ઘંટી ચાટે બહાર નાને આટો..! મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને 1500 રુપિયા ચૂકવે છે તો ફરીથી ભાજપની સરકાર બનશે તો રકમમાં વધારો કરાશે અને રુ. 2100 કરશે તેવી ભાજપ સરકારે જાહેરાત કરી હતી ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર દ્વારા કમમાં વધારો કરાયો છે તો ગુજરાતની બહેનો સાથે અન્યાય અને ભેદ-ભાવ શા માટે ? - રાજુભાઈ કરપડા, આપ નેતા

મહારાષ્ટ્રના ભાજપના ઢંઢેરાને લઇને ગુજરાતમાં AAP નેતાએ માંગ કરી (ETV BHARAT GUJARAT)

આપ નેતાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા
ગુજરાતમાં 2 વખત 26 માંથી 26 સાંસદ અને એક વખત 26 માંથી 25 સાંસદો આપી ગુજરાતના પનોતા પુત્રને વડાપ્રધાન બનાવવા માટે સિંહ ફાળો આપ્યો છે. જેનું વર્ણન ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવ્યું છે. જ્યારે 2022 માં 156 ધારાસભ્યો સાથે ભાજપને બહુમતી ગુજરાતની જનતાએ આપી તેમ છતાં ગુજરાતની મહિલાઓ અને ખેડૂતો સાથે 28 વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપ ભેદભાવ કરી રહી છે. તેવો આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ સંકલ્પપત્ર મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો:

  1. સુરતની લગ્ન ઈચ્છુક મહિલાને મેટ્રીમોનિયલ સાઈટ્સ પરથી મળેલો પાર્ટનર ભારે પડ્યો, મહિલાએ નોંધાવી ફરિયાદ
  2. કચ્છના બન્નીમાં રામપરાથી આવેલા ચિતલનું મોત, PM રિપોર્ટ બાદ ખુલશે મોતનું કારણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.