ETV Bharat / state

સુરતમાં આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં GST વિભાગના દરોડા, 40 કરોડથી વધુની કરચોરી સામે આવી - GST department raids

સુરતમાં આઇસ્ક્રીમ જ્યુસ પાર્લરમાં GST વિભાગની તપાસમાં 30 કરોડની વધુમાં છુપા રોકાણો મળ્યા છે. સુરતના 3, અમદાવાદના 4, રાજકોટનાં 1 આઇસ્ક્રીમ પાર્લર મળી 47 ધંધાકીય સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. આકરી ગરમીમાં આઇસક્રિમ અને જ્યુસનું મોટા પાયે વેચાણ થાય છે. GST department raids

સુરતમાં આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં GST વિભાગના દરોડા
સુરતમાં આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં GST વિભાગના દરોડા (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 2, 2024, 2:55 PM IST

સુરત: રાજ્યમાં આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં GST વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહીમાં 40 કરોડથી વધુની કરચોરી સામે આવી છે. અમદાવાદ, સુરત અને રાજકોટના 24 મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતમાં આઇસ્ક્રીમ જ્યુસ પાર્લરમાં GST વિભાગની તપાસમાં 30 કરોડની વધુમાં છુપા રોકાણો મળ્યા છે. સુરતના 3, અમદાવાદના 4, રાજકોટનાં 1 આઇસ્ક્રીમ પાર્લર મળી 47 ધંધાકીય સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. આકરી ગરમીમાં આઇસક્રિમ અને જ્યુસનું મોટા પાયે વેચાણ થાય છે.

40 કરોડના છુપા વ્યવહાર મળ્યા: વેચાણકારો હિસાબો નહીં બતાવીને તેમના દ્વારા કરચોરી આચરવામાં આવતી હોવાની આશંકા વિભાગને થઈ હતી. આ આશંકાના આધારે આઈસ્ક્રીમ જ્યુસના વેચાણ કરતા વેપારીઓની તપાસ હાથ ધરી હતી. સુરત, અમદાવાદ, રાજકોટ, મળી મોટા પાયા પર ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાં તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ્યુસ પાર્લર ખાણી-પીણીના 47 સ્થળો પર તપાસ કરાઇ હતી. SGSTની તપાસમાં 40 કરોડથી વધુ રકમના છુપા વેચાણ વ્યવહાર મળી આવ્યા હતા .સુરતમાં બિસ્મિલ્લા, મહાલક્ષ્મી જ્યુસ, ફાસ્ટ ફ્રૂટ કોર્નરમાંથી કરોડોની SGST મળી આવી આવી છે.

GST વિભાગે 47 સ્થળોએ કરી તપાસ: GST વિભાગ દ્વારા શંકાસ્પદ શોપ્સ અને જ્યુસ સેન્ટરોને સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં વિવિધ 47 સ્થળોએ GST વિભાગ ત્રાટક્યું હતુ. જેમાં મોટાભાગના આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરની તપાસમાં ગેરરીતિ સામે આવી હતી. અમદાવાદમાં પટેલ આઈસક્રીમ, એસ્ટોડિયા જ્યુસ સેન્ટર, આઈસક્રીમ લાઈબ્રેરી (શંકર સુરત આઈસ્ક્રીમ) જયસિંહ આઈસક્રીમ, બિસ્મિલ્લાહ, મહાલક્ષ્મી જ્યુસ અને ફાસ્ટફુડ કોર્નર, 51 રેમ્બો પર SGST ત્રાટક્યું હતું.

GST વિભાગે સઘન તપાસ હાથ ધરી: રાજકોટમાં અતુલ આઈસક્રીમમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ભરઉનાળે આઈસક્રીમ અને જ્યુસ પાર્લર પર દરોડાને લીધે સંચાલકો પણ વિમાસણમાં મૂકાઈ ગયા હતા. GST વિભાગે હાથ ધરેલી કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ સામે આવી હતી. જેથી GST વિભાગે આ અંગે સઘન તપાસ હાથ ધરી છે. હજી આ તપાસ આગળ પણ યથાવત્ રહે તેવી શક્યતા છે.

  1. સૌરાષ્ટ્રની 7 બેઠક પર કોનું પલડું ભારે, કોને હશે પરિણામથી ચિંતિત - lok sabha election 2024
  2. રાજકોટ અગ્નિકાંડ: જામનગરના આ યુવકે 15થી 20 લોકોને મોતના મુખમાંથી ઉગાર્યા - jamnagar youth saved many people

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.