અમદાવાદ: આજ રોજ શહેરના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈ નિકોલ ખોડિયાર મંદિર સુધી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. સાંજે 5.20 વાગ્યે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાષ્ટ્ર ધ્વજ લહેરાવી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, વિરાટનગર ફુવારા સર્કલથી ચાલુ થયેલી 3 કિમી લાંબી તિરંગા યાત્રા નિકોલ ખોડિયાર મંદિર ખાતે પૂર્ણ થઇ છે. અહીં મહત્વપૂર્ણ બાબત એ છે કે, તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે કિલોમીટર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રણ કિલોમીટર સુધી યાત્રામાં ચાલતા જોડાયા હતા.
દેશને મળેલી ગૌરવ ગાન માટે પ્રેરણા આપી છે: આ સભા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, 2047 માં આઝાદીની શતાબ્દી ઉજવણી કરવાના છીએ. ભારત વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યું છે. હર ઘર તિરંગા યાત્રા થકી રાષ્ટ્રીય ફરજની ભાવના જગાવવાની છે. છેલ્લા 10 વર્ષમાં અનેક સિદ્ધિઓ પ્રધાન મંત્રી મોદીના નેતૃત્વમાં થઈ છે. આંતકવાદ અને નકસલવાદ સામે જવાબ આપવાનું કામ મોદી સરકારે કર્યું છે. કોરોનામાંથી ભારતને સુરક્ષિત કરવાનું કામ મોદી સરકારે કર્યું છે.
ખાદી ફોર નેશનલ ખાદી ફોર ફેશન: 2047 દેશ પૂર્ણ વિકસિત બને તે માટે આગળ આવવાની જરૂર છે. પાંચ કિમી રોડ પર એક ઇંચ જગ્યા નથી. માનવ મહેરામણ અમદાવાદ ઉમટી પડ્યું છે. દેશના સંકલ્પ સાથે અમદાવાદ જોડાયેલું છે. સરકારી સંગઠનો અને NGO પણ આજે જોડાઈને દેશભક્તિ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગો લગાવીને અભિયાનમાં જોડાઈએ, સાથે ખાદી ફોર નેશનલ ખાદી ફોર ફેશન વાત ચર્ચિત કરવાની છે.