પાટણ: સમગ્ર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ચાંદીપુરા વાયરસના ઘણા કેસો સામે આવી રહ્યા છે. જે નાના બાળકોને નિશાન બનાવે છે. ચાંદીપુરા વાયરસગ્રસ્ત થોડા જ સમયમાં મૃત્યુ પામે છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસને અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવી છે. ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ ખાતે સરપંચ માણેકબેન મુકેશભાઇ સોલંકી અને આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોમાં ચાંદીપુરા વાયરસ રોગ અંગે જાગૃતિ ફેલાય તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સરપંચ અને આરોગ્ય વિભાગ દ્વારા અભિયાન: બાદરપુરા ગામમાં સરપંચ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અભિયાન અંતર્ગત ગામની અંદર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ સાથે માઇક પર એનાઉંસ કરીને લોકોને રોગ અંગે માહિતગાર કર્યા હતા અને જાગૃત રહેવા અને ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાયો પણ જણાવ્યા હતા. તેમજ આ રોગ 0 થી 14 વર્ષના બાળકોને વધારે અસર કરતો હોય છે.
વાલીઓને ચાંદીપુરા અંગે સમજણ અપાઇ: ચાંદીપુરા વાયરસ બાળકોને વધારે અસર કરતું હોય છે. બાળકોની સુરક્ષા અંગે તેમજ વાલીઓને માર્ગદર્શન આપતું એનાઉન્સમેન્ટ ગામના દરેક વિસ્તારની અંદર કરવામાં આવ્યું હતું. જેમાં ગામ લોકોએ પણ સહયોગ આપ્યો હતો. રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ ખાતે આરોગ્ય વિભાગના સહયોગથી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા. લોકોને ચાંદીપુરા વાયરસથી બચવા માટે સમજણ આપી હતી અને સેંડફ્લાય માખીથી બચવા અંગે ઉપાયો સમજાવ્યા હતા.