ગોધરા: ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં આવેલી ગુલશન સોસાયટી રહેતા હાજરાબાનુ સિદ્દીક ફ્રાઈમ સુરતી મૂળ પાકિસ્તાનના નાગરિક છે, અને તેઓ પાકિસ્તાનનો પાસપોર્ટ ધરાવે છે. હાજરાબાનુંએ ૭ ઓક્ટોબર 2005 થી 30 જાન્યુઆરી 2006 સુધીમાં વિઝિટર વીઝા મેળવીને ગુજરાત આવ્યા હતા.
આ વિઝિટર વિઝાના આધારે હાજરાબાનુ સિદ્દીક ફ્રાઈમ સુરતી તા. ૧૭ ડિસેમ્બર ૨૦૦૫થી ભારત દેશમાં આવીને ગોધરા શહેરમાં રહેતા હતા. વીઝીટર વીઝા પૂર્ણ થયાં બાદ પણ તેઓ પોતાના દેશમાં નહીં જઈને અને ભારતમાં જ વસીને તેમણે નિયમોનો ભંગ કર્યો હતો.
આ મામલે હાજરાબાનુ સિદ્દીક ફ્રાઈમ સુરતીને પકડીને તેઓની સામે ધી ફોરેનર્સ એક્ટની કલમ મુજબ પી.એસ.આઇ. ડી.જે.ચાવડાએ ગુનો દાખલ કર્યો હતો. આ કેસ ગોધરાના બીજા ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ જજ ડી.બી.રાજનની કોર્ટ સમક્ષ ચાલી જતાં કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવીને બે વર્ષની જેલની સજા અને 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.