ETV Bharat / state

Godhara Kand: કારસેવકોને ગોધરા ખાતે અપાઈ શ્રદ્ધાંજલી, પુષ્પો અર્પણ કરી રામધૂન બોલાવાઈ - Shradhanjali

સાબરમતી ટ્રેન હત્યાકાંડની 22મી વરસી નિમિતે વીએચપી કાર્યકર્તાઓ દ્વારા ગોધરા રેલવેયાર્ડમાં રાખવામાં આવેલા સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચ પર જઈને કારસેવકોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રામધૂન પણ બોલાવાઈ હતી. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Godhara Kand

કારસેવકોને ગોધરા ખાતે અપાઈ શ્રદ્ધાંજલી
કારસેવકોને ગોધરા ખાતે અપાઈ શ્રદ્ધાંજલી
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 27, 2024, 7:33 PM IST

પુષ્પો અર્પણ કરી રામધૂન બોલાવાઈ

પંચમહાલ: આજથી 22 વર્ષ પૂર્વે 27 ફેબ્રુઆરી 2002ના રોજ આયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ મારફતે પરત ફરી રહેલા 56 જેટલા કારસેવકો ગોધરા ખાતે એસ-6 કોચમાં આગને કારણે મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. સાબરમતી ટ્રેન હત્યાકાંડની તપાસ કરવા માટે સરકાર દ્વારા ખાસ SITની રચના પણ કરવામાં આવી, સમયાંતરે ચુકાદા પણ આપવામાં આવ્યા અને આરોપીઓને સજા પણ ફટકારવામાં આવી છે.

પુષ્પાંજલિઃ વિવિધ હિન્દુ સંગઠનો દર વર્ષે 27 ફેબ્રુઆરીએ ગોધરા રેલવેયાર્ડમાં રાખેલા સાબરમતી એકસપ્રેસ ટ્રેનના S6 કોચ ખાતે જઈને પુષ્પાંજલિ અર્પણ કરે છે. આજે સાબરમતી ટ્રેન હત્યાકાંડના 22 વર્ષ પૂર્ણ થવા નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચાચરચોકથી બાઈક રેલી યોજવામાં આવી હતી. આ બાઈક રેલી ગોધરા રેલવે યાર્ડમાં રાખેલા સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચ આગળ સમાપ્ત કરવામાં આવી હતી. કોચ પાસે ફૂલ હાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી અને અને રામધૂન બોલાવવામાં આવી હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ આજના ખાસ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પણ ગોધરા રેલવે યાર્ડ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

હવે જયારે રામ મંદિર નિર્માણ થઈ ગયું છે ત્યારે 22મી જાન્યુઆરીના રોજ જ આ મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ મળી ચૂકી છે, પરંતુ આ હુતાત્માઓની શહાદત આવનારી પેઢી યાદ રાખે તેથી અમે આજે આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કર્યુ છે...જલ્પેશ સુથાર(વિભાગ સંયોજક, બજરંગ દળ, ગોધરા)

  1. એ કાંડ કે જેણે, 61,000 મુસ્લિમ અને 10,000 હિન્દુઓને પોતાના ઘર છોડવા કર્યા હતા મજબૂર!
  2. ગોધરા કાંડના દોષિતને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.