ETV Bharat / state

સુરતમાં દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈઃ 3 કલાક સર્જરી પછી જીવ બચ્યો - Girl swallows magnetic bead - GIRL SWALLOWS MAGNETIC BEAD

સુરતમાં દોઢ વર્ષની બાળકી રમતા રમતા મેગ્નેટિક માળાના મણકા ગળી જતાં સ્મીમેર હોસ્પિટલના તબીબોએ ત્રણ કલાક સર્જરી કરી જીવ બચાવ્યો છે. બાળકીનો જીવ બચી જતા સહુએ હાંશકારો લીધો છે. જાણો વધુ... - girl swallows magnetic bead

દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ
દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2024, 5:07 PM IST

સુરતઃ નાના બાળકોને રમકડાં આપી અન્ય કામોમાં વ્યસ્ત થઈ જતાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને સાયકલ રિપેરીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા વ્યક્તિની દોઢ વર્ષની બાળકી જેની (નામ બદલ્યું છે) જે રમતા રમતા મેગ્નેટિક માળાના મણકા ગળી ગઈ હતી. જેને લઇને બાળકીને ઉલ્ટી શરૂ થઈ ગઈ હતી અને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. પરંતુ બાળકી નાની હોવાથી બોલી શકતી ન હતી. બાળકીને સતત થઈ રહેલી પીડાને લઇને પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો. પરિવાર તેને લઈ તુરંત સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પહોંચી ગયો હતો.

દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ (Etv Bharat Gujarat)

એક્સ રેમાં બાળકની મણકા ગળી હોવાનું સામે આવ્યું

સ્મીમેરના તબીબોએ બાળકીના પેટનો એક્સ રે કરતા બાળકીના પેટમાં મેગ્નેટિક માળાના મણકા હોવાનું સામે આવ્યું હતું. તે પણ એક નહીં, બે નહીં પરંતુ 18 મણકા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સ્મીમેરના તબીબોએ બાબત ગંભીરતાથી લઇને ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ ત્રણેક કલાક ચાલેલા ઓપરેશન બાદ મણકાઓ કાઢવામાં તબીબોને સફળતા મળી હતી. મેગ્નેટિક માળાના મણકાને લઇને આખી GI સિસ્ટમ ચીપકીને આંતરડાની દિવાલમાં પ્રેસર નેક્રોસિસ થઈ કાણા પડી ગયા હતા. આ તમામ કાણાનું રિપેર કરી સફળ ઓપરેશન થતા બાળકીના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ
દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ (Etv Bharat Gujarat)

ઉલેખનીય છે કે, સુરત મહાનગર પાલિકા સંચાલિત આ સ્મીમેર હોસ્પિટલમાં સરેરાશ આવા દર અઠવાડિયે 10-12 બાળકો આવે છે. જેને લઈને હવે લોકોને પણ સતર્ક રહેવાની જરૂર છે. બાળક સ્વતંત્ર થઈ રમી શકે પરંતુ તેના જીવને જોખમ થાય તે અંગે ધ્યાન આપવું જરૂરી છે.

  1. બહુઆયામી વ્યક્તિત્વ પૌરવી જોશી : ગુજરાતી રંગમંચથી અર્બન ગુજરાતી ફિલ્મ સુધીની રસપ્રદ સફર - Pourvi Joshi
  2. અમદાવાદ અને ભુજ વચ્ચે ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો આજથી પ્રારંભ, જાણો શું છે સુવિધાઓ - Vande Metro train

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.