ગીર સોમનાથઃ તાલાલા અને સાસણ ગીરમાં આજે 12 થી લઈને 03 વાગ્યા સુધીના ભૂકંપના બે આંચકાથી ધણધણી ઉઠ્યું હતું. પ્રથમ બપોરના 12:00 વાગ્યાની આસપાસ 1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ત્યારબાદ બપોરે 02 અને 47 મિનિટની આસપાસ બીજો એક આંચકો નોંધાયો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5ની નોંધવામાં આવી હતી.
કેન્દ્રબિંદુઃ આજના આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી 13 કિલોમીટર દૂર નોર્થ નોર્થ ઇસ્ટ તરફ નોંધાયું છે. તો બીજી તરફ બપોરે 1 વાગ્યે આવેલા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1ની નોંધાઈ હતી. તાલાલાથી 7 કિલોમીટરના દૂરના કેન્દ્ર પર નોંધાયું હતું. પાછલા એક મહિના દરમિયાન તાલાલા અને તેની આસપાસના વિસ્તારમાં 15 કરતાં વધુ ભૂકંપના આંચકા નોંધાયા છે. જેની તીવ્રતા 01 થી લઈને 3.5 સુધીની નોંધાઈ હતી. આજે પણ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ આવેલા આચકા ની તીવ્રતા રીકટર સ્કેલ પર 3.5 નોંધાઈ હતી જેના કારણે લોકો ભયભીત બની ગયા છે.
2002માં પણ ભૂકંપના આંચકાઃ વર્ષ 2001માં ગુજરાતના મહા વિનાશક ભૂકંપ પૂર્વે તાલાલા વિસ્તારના હરીપર અને આસપાસના ગામોમાં 26 જાન્યુઆરી પૂર્વેના સમયે નાના મોટા અનેક આંચકાઓ નોંધાયા હતા. ભૂસ્તરશાસ્ત્રીની સમગ્ર દેશ અને દુનિયાની ટીમોએ હરીપર અને તાલાલા વિસ્તારમાં સંશોધન શરૂ કર્યું હતું પરંતુ તેમાં કોઈ ધારી સફળતા મળી ન હતી ત્યારબાદ 26 જાન્યુઆરી 2001ના દિવસે ગુજરાતમાં ભયાનક ભૂકંપ નોંધાયો હતો. જેમાં જાનમાલની ખૂબ મોટી ખુવારી થઈ હતી. ત્યારે ફરીથી એક વખત તાલાલા વિસ્તાર ભૂકંપના નાના-મોટા આચકાથી ધ્રુજી રહ્યો છે જેને કારણે ચિંતા ફરી એક વખત વધતી જવા મળી રહી છે.