ETV Bharat / state

Morbi Bridge Gap : મોરબીમાં વિકાસની પોલ ખૂલી, દોઢ વર્ષ પૂર્વે બનેલા નવા પુલમાં ગાબડું પડ્યું - Morbi Bridge Gap

મોરબીને કચ્છ સાથે જોડતા મુખ્ય માર્ગ પર જૂની RTO કચેરી પાસે મચ્છુ નદી પર દોઢ વર્ષ પહેલા બ્રિજ બનાવ્યો હતો. જોકે ટૂંકાગાળામાં જ આ બ્રિજ પર ગાબડું પડતા વિકાસની પોલ ખૂલી છે. શાસક પક્ષના ધારાસભ્યએ નબળી કામગીરી થઈ હોવાનું સ્વિકાર કરતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

મોરબીમાં વિકાસની પોલ ખૂલી
મોરબીમાં વિકાસની પોલ ખૂલી
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 9, 2024, 12:58 PM IST

Morbi Bridge Gap

મોરબી : ડબલ એન્જિન સરકાર અને સતત વિકાસના ગાણા ગાતી ગુજરાત સરકારના રાજમાં નવા બનેલા પુલની ગુણવત્તા કેટલી નબળી હોય છે તેના અનેક ઉદાહરણો જોવા મળ્યા છે. છાશવારે નવા બનેલા પુલ તૂટી જવાની અને ગાબડા પડવાની ઘટના બનતી રહે છે. જેમાં આજે મોરબીની જૂની આરટીઓ કચેરી નજીક નવા બનેલા પુલમાં ગાબડું પડતા ફરી એક વખત વિકાસની પોલ ખુલી ગઈ છે.

નવા બ્રિજ પર ગાબડું : મોરબીને કચ્છ સાથે જોડતા મુખ્ય માર્ગ સમાન જૂની RTO કચેરી પાસે મચ્છુ નદી પર પુલ બનાવવામાં આવ્યો હતો. આ પુલના લોકાર્પણ થયાને અંદાજે દોઢ વર્ષ જ થયું છે અને પુલ પર મસમોટું ગાબડું પડ્યું છે. આ કામ કચ્છની એમ. કે. સી. કંપનીને આપ્યું હોવાની માહિતી મળી છે. માત્ર દોઢ વર્ષમાં પુલમાં ગાબડું પડી ગયું છે, ત્યારે પુલની ગુણવત્તા કેમ આટલી નબળી હતી તેનો જવાબ શાસક પક્ષે જ આપવો રહ્યો. પરંતુ અત્યાર સુધી એક્શન કેમ ન લેવાયા તે મોટો સવાલ ?

કામચલાઉ વ્યવસ્થા : રાજકોટથી આવતા વાહનોને કચ્છ તરફ જવા માટેનો આ મુખ્ય માર્ગ હોવાથી સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે. પુલ પર મોટું ગાબડું પડતા હાલ ગાબડા ફરતે પથ્થર રાખી કામ ચલાઉ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ગાબડું એટલું મોટું છે કે તે ગાબડામાંથી નીચે મચ્છુ નદીનું પાણી સ્પષ્ટ જોઈ શકાય છે. શાસક પક્ષના ધારાસભ્યએ કામગીરી નબળી હોવાનું સ્વીકાર્યું.

વહીવટી તંત્ર પર સવાલ : સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પરના બ્રીજ પર મોટું ગાબડું પડતા તંત્રમાં દોડધામ મચી હતી. બ્રિજનું કામ રાજકોટ R&B વિભાગ હસ્તક આવતું હોવાથી તેમને જાણ કરવામાં આવી હતી. રાજકોટની ટીમ મોરબી આવવા રવાના થઈ હોવાનું પણ આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે. પરંતુ સાંજ સુધી ન તો અધિકારીએ ફોન ઉપાડ્યો, ન તો સ્થળ પર કોઈ પહોંચ્યું હતું.

ધારાસભ્યએ નબળું કામ હોવાનું સ્વીકાર્યું : આ અંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, કાર્યકર્તાએ જાણ કરી હતી કે પુલ પર ગાબડું પડ્યું છે જેથી તાત્કાલિક અધિકારીને મોકલ્યા છે. નબળા કામની તપાસ માંગી છે. બ્રિજનું કામ નબળું થયાનું સ્વિકારતા ધારાસભ્યએ કહ્યું કે, જે તકલીફ હશે તે કોન્ટ્રાક્ટર પાસે રીપેર કરાવીશું. જોકે પુલની કામગીરી નબળી થઈ છે તો અત્યાર સુધી કેમ કોઈ એક્શન ના લેવાયા તેનો જવાબ શાસક પક્ષે જ આપવો પડશે.

  1. Morbi Slab Collapse : મોરબીમાં નિર્માણાધિન મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી, કાટમાળમાં 4 શ્રમિકો દટાયા
  2. Vadodara Youth Congress Protest : વડોદરા યૂથ કોંગ્રેસે કરી ઈલેક્ટોરલ બોન્ડની હોળી, પોલીસ સાથે પકડદાવ અને ટીંગાટોળી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.