બનાસકાંઠા: ગેનીબેન ઠાકોરે કરેલા ટ્વિટ મુજબ તેમનું કહેવું છે કે, રાહુલ ગાંધી સાથે ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરી. જે બાદ રાહુલ ગાંધીએ એક જૂથ થઈ લોકોના વચ્ચે જઈ અને લોકોની સમસ્યાઓ સાંભળવા માટે જણાવ્યું હતું સાથે જ રાહુલ ગાંધીએ લોકોની સમસ્યાઓ સાંભળી તેમને મદદ કરવાની પણ સલાહ આપી હોવાનું ગેનીબેન ઠાકોરનું કહેવું છે.
कल LOP @RahulGandhi जी से मुलाकात करके गुजरातकी वर्तमान राजकीय स्थिति के बारे में चर्चा की!
— Geniben Thakor (@GenibenThakor) August 7, 2024
राहुलजी ने एक झूट होकर लोगों के बीच जाकर लोगों की समस्या सुनकर लोगों को मदद करने की सलाह दी! pic.twitter.com/cFY86ZVabB
રાજકિય પરિસ્થિતિ અંગે ચર્ચા: નોંધનીય છે કે, રાહુલ ગાંધી સાથે આ મુલાકાત ગેનીબેન ઠાકોરની મહત્વની મુલાકાત ગણાય છે અને આ જ મુલાકાતમાં ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર પણ રાહુલ ગાંધી સાથે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. ગેનીબેન ઠાકોર ગુજરાતના મુદ્દાઓ પર લોકસભામાં પોતાની વાત મૂકી રહ્યા છે. તેવામાં રાહુલ ગાંધી સાથેની આમ મુલાકાત ખૂબ જ અગત્યની માનવામાં આવે છે.
ગેનીબેન ઠાકોરે લોકસભામાં મુકેલા મુદ્દાઓ: આ અગાઉ સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના પ્રશ્નોના નિરાકરણ માટે પણ અવાજ ઉઠાવ્યો છે તેમજ ચાંદીપુરા વાયરસને ફેલાતો અટકાવવા માટે ગેનીબેન ઠાકોરે યોગ્ય કાર્ય કરવા માટે લોકસભામાં વાત કરી ચૂક્યા છે જે બાદ ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની પણ વાત ગેનીબેન ઠાકોરે લોકસભામાં મૂકી છે સાથે ગૌવંશ બચાવવા માટે કાયદો ઘડવાની વાત પણ કરી છે.