મહેસાણા: જિલ્લાના બહુચરાજી પહોંચેલા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના વાવની પેટા ચૂંટણી મુદ્દે નિવેદન કર્યુ હતું. ગેનીબેન ઠાકોરે વાવની પેટા ચૂંટણીમાં ગુલાબસિંહને ટિકિટ મળશે કે નહીં તે મુદ્દે નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, આ બેઠકે મને બે વખત જીતાડી હતી. કોંગ્રેસ જેને પણ ટિકિટ આપશે. એ ઉમેદવારોને મતદારો જીતાડશે. જે પણ ઉમેદવારને મહુડી મંડળ ટિકિટ આપશે. એને હું જીતાડવા માટે મદદ કરીશ.
દાહોદ ઘટના મુદ્દે ગેનીબેનનું નિવેદન: બીજી તરફ દાહોદની શર્મજનક ઘટના મુદ્દે ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, બાળક માતા પિતા કરતા વધુ ભરોસો પોતાના ગુરુ પર રાખે છે. શિક્ષક બાળકોને જે શીખવાડે છે. તે બાળકો શીખે છે. આ ઘટના શિક્ષણ જગત માટે કાળા ડાઘ સમાન છે. શિક્ષણ જગતમાં પારદર્શકતા લાવવા માટે એક કમિટી બનાવવી જોઇએ.
કમિટી બનાવીને તપાસ કરવી જોઇએ: SP, નિવૃત જજ, વકીલ સહિતની એક કમિટી બનાવી તપાસ કરવી જોઇએ કે આવા શિક્ષકોના મગજ વિકૃત કેમ છે, તેમનામાં આવી વિકૃતતા કેમ જન્મે છે. દાહોદમાં થયેલી ઘટના એક શર્મજનક કૃત્ય છે. આવા કૃત્ય કરનારાને ફાંસીથી વધુ સજા જ મળવી જોઈએ. આવી ઘટના બને અને કોઈ આગળ ન આવે તે જોઈ શકાય છે. આવનારો સમય કેટલો સુરક્ષિત છે. તે જાણી શકાય છે.
આ પણ વાંચો: