ETV Bharat / state

બનાસની "બેન" ગેનીબેન સંસદ પહોંચ્યા, વાવ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાશે - Vav assembly seat by election - VAV ASSEMBLY SEAT BY ELECTION

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 અને પાંચ વિધાનસભા માટે પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. માંડ એક ચૂંટણી પતી ત્યાં હવે ગુજરાતમાં ફરી એક બેઠક પર પેટા ચૂંટણી યોજવી પડી શકે છે. ગેનીબેન ઠાકોર સિટિંગ ધારાસભ્ય હતા, હવે તેઓ સાંસદ તરીકે ચૂંટાતા વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે. જેને લઈ આ બેઠક પર છ માસની અંદર પેટા ચૂંટણી યોજવી પડશે.

વાવ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાશે
વાવ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાશે (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 6, 2024, 2:59 PM IST

ગાંધીનગર : લોકસભા ચૂંટણી 2024 નું પરિણામ જાહેર થયું છે. કેન્દ્રમાં NDA સરકાર બનવા જઈ રહી છે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બની રહ્યા છે. ગુજરાતમાં સુરતની એક બેઠક બિનહરીફ થયા બાદ અન્ય 24 બેઠક ભાજપે જીતી છે. જ્યારે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. અહીંથી સાંસદ તરીકે ચૂંટાયેલા ગેનીબેન વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા. હવે તેઓ સંસદમાં પહોંચ્યા, સાથે જ બેઠક ખાલી થઈ છે. વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે અને આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી શકે છે.

વાવ વિધાનસભા બેઠક પેટાચૂંટણી : ગુજરાતમાં જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી બનાસકાંઠા બેઠક ચર્ચામાં હતી. આ બેઠક પર બે મહિલા ઉમેદવારો વચ્ચે જંગ હતો. કોંગ્રેસે ધારાસભ્ય ગેનીબેનને ટિકિટ આપી હતી. તો ભાજપે બનાસકાંઠા બેઠક પર રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણી પ્રચારમાં ગેનીબેન ચર્ચામાં રહ્યા હતા. બનાસની બેનનું તેમનું સૂત્ર ઘર ઘર સુધી પહોંચ્યું અને જનતાએ પણ ગેનીબેન પર વિશ્વાસ મુકી જીતાડ્યા છે. ગેનીબેન વાવ બેઠક પર ધારાસભ્ય હતા, હવે તેઓ લોકસભામાં જતા વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે. આ બેઠક પર પેટા ચૂંટણી યોજવી પડશે.

બનાસની "બેન" ગેનીબેન : વિજેતા થયા બાદ ગેનીબેન ઠાકોર ભાવુક થયા હતા. તેમણે બનાસકાંઠાની જનતાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, જનતાએ મારી ઉપર વિશ્વાસ મૂકીને મને જીતાડી છે, તે રીતે લોકોના કામ માટે હું હંમેશા ખડેપગે રહીશ. જ્યારે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત પર પ્રતિક્રિયા આપતા આ બેઠકના પ્રભારી બળદેવજી ઠાકોરે કહ્યું હતું કે, લોકોએ ભાજપને જાકારો આપ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ અહીં આવીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ લોકો તેમને ઓળખી ગયા છે.

વાવના ધારાસભ્ય ગેનીબેન : વાવ વિધાનસભા બેઠક પર ગેનીબેન ભાજપના કદાવર નેતા શંકર ચૌધરીને હરાવી ચૂક્યા છે. વિધાનસભા ચૂંટણી 2012 માં શંકર ચૌધરીએ ગેનીબેન ઠાકોરને 11,911 વોટે હરાવ્યા હતા. 2017 માં ગેનીબેને તત્કાલીન કેબિનેટ મંત્રી શંકર ચૌધરીને 6, 655 મતથી હરાવીને બદલો લીધો હતો. 2022 વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન જીતવામાં ફરી એકવાર સફળ થયા હતા.

બનાસકાંઠાના મતનું વિશ્લેષણ : બનાસકાંઠા લોકસભા સીટ પર થયેલા મતદાનનો વિધાનસભા વાર વિશ્લેષણ કરવામાં આવે તો પેટા ચૂંટણીમાં કોંગ્રેસની રાહ અઘરી છે. કારણ કે બનાસકાંઠા લોકસભામાં થયેલા મતદાન અનુસાર વાવ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસને 1,01,311 મત મળ્યા છે. જ્યારે ભાજપને 1,02,772 મત મળ્યા છે. આમ કોંગ્રેસની તુલનામાં ભાજપને 1,661 મત વધુ મળ્યા છે. તેથી વાવ પેટા ચૂંટણીમાં રસાકસી થવાની સંભાવના છે. કોંગ્રેસની જીતમાં દાતા, પાલનપુર અને દિયોદરની લીડનો મહત્વનો ફાળો છે.

  1. ભાજપની ગુજરાતમાં ક્લીન સ્વીપ સામે કોંગ્રેસે મેળવી એક બેઠક, જાણો ગુજરાત લોકસભા પરિણામનું વિશ્લેષણ
  2. Banaskantha Seat: બનાસકાંઠા લોકસભા બેઠક પર રસાકસીનો જંગ, રેખાબેન ચૌધરી V/S બનાસની બેન ગેનીબેન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.